રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ
દોઢસો ફૂટ રિંગ રોડ આસ્થા એન્કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતા વેપારીની ફરિયાદ
જૂનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી અમદાવાદી શખ્સે માલ મગાવી નાણા ન ચૂકવ્યા
પડધરીના રંગપર ગામે રહેતાં અને જેકેસી એન્ટરપ્રાઇઝના નામે ભાગીદાર વેપાર કરતાં પિયુષભાઇ જેન્તીભાઇ મુંગલપરા (ઉ.વ.29)ની ફરિયાદ પરથી અમદાવાદ વસ્ત્રાલમાં અર્પણ સ્કૂલ રોડ ગેલેક્સી ઓપેલ સામે માધવ હોમ્સ બ્લોક પી-402 ખાતે રહેતાં જૈમીન દિનેશભાઇ પરમાર વિરૂૂધ્ધ 20.67 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પિયુષભાઇ મુંગલપરા રાજકોટ દોઢસો ફુટ રીંગ રોડ સિનર્જી હોસ્પિટલ રોડ પર આસ્થા એન્કલેવ શોપ નં. 3માં ઓફિસ ધરાવે છે. તેની સાથે ભાગીદારી પેઢીમાં રજનીકાંત દામજીભાઈ ઉંધાડ અને પ્રવિણભાઇ છગનભાઇ માલાણી છે. આ પેઢી હોલસેલ ભાવે સોપારી અને ઘરઘંટીનો વેપાર કરે છે.
પિયુષભાઇએ જણાવ્યું છે કે ગત 14/3/23ના રોજ અમારી ઓફિસે જેમીન પરમાર આવ્યો હતો. તેણે કહેલુ કે તેની પેઢી જુનાગઢ ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષમાં ગોપી એન્ટરપ્રાઇઝ નામે અને સુરતમાં કતાર ગામે છે.જૈમીને જેતે વખતે પોતાને સોપારીના માલની મોટા જથ્થામાં જરૂૂર હોઇ સેમ્પલ જુનાગઢની પેઢીએ મોકલવા કહ્યું હતું. આ પછી અમે તા. 16/3/23ના રોજ સોપારીના બે પાર્સલ જુનાગઢ મોકલ્યા હતાં.જેની કિંમત રૂૂા. 42,315 થતી હતી.આ પછી જૈમીને કહેલુ કે તમારી સોપારીની ગુણવત્તા ખુબ જ સારી છે,મારે હજુ મોટા પાયે ખરીદી કરવી પડશે.આ રીતે જૈમીને અમને ભરસો આપ્યો હતો.બાદમાં અમે તેને સોપારી મોકલવાનું ચાલુ કર્યુ હતું.
અમે જૈમીનની મીઠી વાણી અને વાકચાતુર્યમાં આવી જતાં 16/3/23થી 18/4/23 સુધીમાં કટકે કટકે રૂૂા. 22,58,345ની સોપારી મોકલી હતી. અમે સોપારીની સાથે ઘરઘંટી પણ વેંચતા હોઇએ જૈમિને સોપારીની સાથે સાથે અમારી પાસેથી રૂૂા. 1,40,000ની ઘરઘંટી પણ ખરીદી કરી હતી. આ રીતે તેણે અમારી પાસેથી કુલ રૂૂા. 23,98,345નો માલ ખરીદ કર્યો હતો.
શરૂૂઆતમાં તેણે અમને વિશ્વાસમાં લેવા માટે રૂૂા. 3,31,150 કટકે કટકે ચુકવ્યા હતાં. બાદમાં તેણે અમને બે ચેક આપ્યા હતાં. પરંતુ ચેક બેંકમાંથી રીટર્ન થયા હતાં. તેની અમે તેને જાણ કરતાં તેણે બાકી નીકળતાં રૂૂા. 20,67,195 ધીમે ધીમે ચુકવી દેશે તેવી ખાત્રી આપી હતી. આ પછી તેમણે ફોન પણ બંધ કરી દીધા હતાં અમે જુનાગઢ તેણે આપેલા ઓફિસના સરનામે તપાસ કરવા જતાં ત્યાં ઓફિસ બંધ હતી. સુરતની ઓફિસે જતાં તે પણ બંધ હતી. અમારી પાસેથી સોપારી, ઘરઘંટી ખરીદી શરૂૂઆતમાં અમુક રકમ ચુકવી વિશ્વાસ જીત બાદમાં 20,67,195 નહિ ચુકવી ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવવી પડી હતી.આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. આર એમ. ગઢવીએ ગુનો દાખલ કરતાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ તપાસ શરૂૂ કરી છે.