રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધીનગરની 2 યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોર્ડ સાથે પોલીસે તપાસ શરુ કરી

10:44 AM Oct 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં આવેલી 2 યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. GNLU સહિત PDEU યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એકશનમાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. બોમ્બ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને પોલીસે બન્ને શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરાયો છે.

Tags :
bomb squadbomb threatcrimeGANDHINAGARGANDHINAGAR NEWSgujaratgujarat newsuniversities
Advertisement
Next Article
Advertisement