ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં સર્વેયરની કારમાંથી 2.24 લાખ રોકડ અને લેપટોપની ચોરી

01:45 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને જમીન માપણીનું કામ કરતા સર્વેયરની કારમાંથી રૂા.2.24 લાખની રોકડ અને લેપટોપ સાથેની બેગ ચોરી થતાં આ મામલે ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ આ મામલે સીસીટીવીના ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને જમીન માપણીનું કામ કરતાં ભરતભાઈ હરસુખભાઈ સખીયા (ઉ.30)ની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. ભરતભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ જમીન માપણીનું કામ કરતાં હોય થોડા દિવસો પૂર્વે તે પોતાની કાર લઈને ગોંડલ નજીક જમીન માપણી માટે ગયા બાદ ગોંડલમાં આવેલ બાપાસિતારામ લોજ પાસે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયા ત્યારે તેમની અલ્ટો કારમાંથી તેમના બેગની ચોરી થઈ હતી.

આ બેગમાં રૂા.2.24 લાખ રોકડા તથા 10 હજારની કિંમતનું લેપટોપ હતું. આમ રૂા.2.34 લાખની મત્તા ચોરી હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat newstheft
Advertisement
Next Article
Advertisement