રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાઇજિરિયન સરકારના નામે કારખાનેદાર સાથે 2.18 કરોડની છેતરપિંડી

04:43 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કિચનવેરના મેન્યુફેક્ચરિંગનો 31 કરોડના ઓર્ડરની લાલચ આપી 1 મહિનામાં 11 ખાતામાં 36 વ્યવહાર કરાવી રૂપિયા પડાવી લીધા

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા અને ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં કિચનવેરનું મેન્યુફેક્ચરિંગ કરનાર કારખાનેદાર નાઇજિરિયન ગવર્નમેન્ટના નામે સાયબર માફિયાઓએ 31 કરોડના માલનો ઓર્ડર આપી કારખાનેદાર પાસેથી ડિપોઝિટ સહિતના નામે 36 વ્યવહાર કરાવી કટકે કટકે રૂૂ.2.18 કરોડ પડાવી છેતરપિંડી કરતા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

150 ફૂટ રીંગ રોડ ઉપર બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા અને ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર મવડી પ્લોટ ખાતે કિચન વેરનું મેન્યુફેક્ચર ધરાવતા ચમનલાલ હરખાભાઈ બોરાણીયા (ઉ.68)એ સાયબર ક્રાઈમ પોલીસમાં 11 બેંકના ખાતાધારકો, ત્રણ ઈમેઈલ આઈડી બનાવનાર અને વોટ્સઅપ નંબર વાપરનાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 5 જુન 2023ના રોજ વોટ્સઅપમાં એક મેસેજ આવેલ અને તમારી કંપનીનો માલ ખરીદવા ઓર્ડર આપ્યો છે કહી પોતાનું નામ વિલિયમ ફેક્લીંગ જણાવ્યું હતું.

બાદમાં ચેક કરતા જુદા જુદા મેઈલ આઈડીમાંથી મેઈલ આવ્યા હતા અને 31 કરોડનો ઓર્ડર આપ્યો હતો પોતે નાઈઝર ડેલ્ટા ડેવલોપમેન્ટ કમીશન જે નાઈઝીરીયાની ગવર્મેન્ટ બોડી છે તેવું કહી નાઈઝીરીયન ગવર્મેન્ટ દ્વારા ઓર્ડર કર્યો હોવાનું જણાવ્યું હતું તે પછી બીલ મંગાવી એડવાન્સ પેમેન્ટની વાત કરતા 15 હજાર ડોલર સિક્યુરીટી ટેક્સ રૂૂપે માંગ્યા હતા તે પછી માલનો ઓર્ડર આપી અલગ અલગ ટેક્ષ, ડીપોઝીટ, રજીસ્ટ્રેશન, સ્ટેમ્પ ડ્યુટી, વકીલની ક્ધસલ્ટીંગ ફી સહિતના પૈસાની માંગણી કરતા 22 જુન 2023થી 25 જુલાઈ 2023 સુધીમાં 36 ટ્રાન્જેક્શન કરી કુલ 2.18 કરોડ રૂૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ ચમનલાલને રૂૂપિયા કે ઓર્ડરના કોઈ પૈસા પરત મળ્યા ન હતા જેથી પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતા ચમનલાલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા. પીઆઈ એમ એ ઝણકાત અને હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

ઢોલરા વૃદ્ધાશ્રમના વીડિયોને આધારે દાન ઉઘરાવવાનો પ્રયાસ કરનાર સામે ફરિયાદ

રાજકોટની ભાગોળે ઢોલરા ખાતે આવલે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સેવાકીય કામગીરીના વીડિયો ફેક આઇડી દ્વારા સોશિયલ મીડિયામાં મૂકી દાન ઉઘરાવવાનો પ્રયાસ થયો હોય જે મામલે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી નલીનભાઇ કનૈયાલાલ તન્નાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સંસ્થાની કામગીરી લોકો સુધી પહોંચે તે હેતુથી સંસ્થાના કર્મચારી જગદીશ ઉર્ફે મોન્ટુ પાલીવાલે અગાઉ સેવાકીય કાર્યોના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોય ત્યારે સુભાષ વૃદ્ધાશ્રમના નામે કોઇ શખ્સે ફેક આઇડી બનાવી તેમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની કામગીરીના વીડિયો મૂકી અને લોકોને દાન કરવા માટે અપીલ કરી તેમાં ક્યુઆર કોડ પણ મુક્યો હતો.આ મામલે ટ્રસ્ટી નલીનભાઇ કનૈયાલાલ તન્નાને જાણ થતા આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.

Tags :
crimefraudgujaratgujarat newsNigerian Governmentrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement