For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના પૂર્વ પ્રમુખની હોટેલમાં શરાબ-શબાબની મોજ માણતા 19 ઝડપાયા

11:59 AM Sep 09, 2024 IST | Bhumika
ભાજપના પૂર્વ પ્રમુખની હોટેલમાં શરાબ શબાબની મોજ માણતા 19 ઝડપાયા
Advertisement

દીવની હોટેલમાં પોલીસે દરોડો પાડતા ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા અને મહુવા ભાજપના નેતા પણ હતા સામેલ

પોલીસે રૂમનું બારણું ખોલતા ડીજેના તાલે નાચતી ડાન્સર્સ પર પુરુષો પૈસા ઉડાવી રહ્યા હતા

Advertisement

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલી હોટેલ તુલિપમાં ડીજેના તાલ પર નાચતી ડાન્સર્સ પર રૂૂપિયા ઉડાડી મુજરાની મોજ સાથે રંગરેલિયા મનાવતાંં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા અને મહુવા નગરપાલિકાના ભાજપના નગરસેવક, અન્ય એક નગરસેવકના પિતા તથા મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, જેસરના પૂર્વ સરપંચ સહિત 11 શખસોે પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આઠ મહિલા અને એક ટ્રાન્સઝેન્ડરની હાજરીમાં ચાલતી આ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. અને દારૂૂ,બિયર તથા રોકડ સહિતના મસમોટા જથ્થો ઝડપી તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.જયારે, આ બનાવની જાણ વાયૂવેગે ભાવનગર પંથકમાં થતાં ભાવનગર જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચાવતાં અને દીવ પોલીસ દફતરે નોંધાયેલાં બનાવની ઉપલબ્ધ વિગતો એવી છે કે, ગત તા.6ને શુક્રવારના રોજ રાત્રિના સુમારે દીવ પોલીસની ક્રાઈમ ટીમને બાતમી મળી હતી કે, દીવમાં આવેલી એક મસ્જિદ પાસે આવેલી હોટેલ તુલિપમાં ગેરકાયદે અશ્ર્લિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડતાં હોટેલમાં ડીજેના મોટા અવાજ સાથે ચાલતાં નાચગાન-પાર્ટીમાં આશરે આઠ મહિલાઓ દ્વારા અશ્ર્લિલ નૃત્ય પ્રદર્શન પીરસતી હતી. અને 10થી વધુ પુરૂૂષો તેમના પર રૂૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. જો કે,પોલીસને જોઈ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર હાજર 11 પુરૂૂષો, 8 મહિલા અને એક ટ્રાન્સઝેન્ડરને રાઉન્ડઅપ કર્યા હતા. સાથે જ પોલીસે સ્થળ પરથી દારૂૂ, બિયર તથા રોકડા રૂૂ.40,640 સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.પોલીસે હોટેલમાં હોટલમાં દારૂૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગી કે પરમીટ માંગી હતી. જેમાં હોટેલના મેનેજરે હોટલ પાસે અશ્ર્લિલ પ્રવૃત્તિઓ અને દારૂૂ માટે કોઈ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું.જેના આધારે દીવ પોલીસે ગત તા.7ના રોજ ભાવનગર-મહુવા પંથકના સાત સહિત 11 શખસો વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.

ઉલ્લેખનીય છે કે, આ રંગેલિયામાં ઝડપાયેલાં 11 પૈકી કિરણ લિંબાભાઈ રાઠોડ (ઉ.વ.33, રહે. શાંતિનગર, -મહુવા) રાજ્યના પૂર્વ મંત્રી, મહુવાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણાનોે સાળો તથા મહુવા નગરપાલિકામાં વોર્ડ નં.7નો ભાજપનો નગરસેવક હોવાનું ખુલતાં સ્થાનિક ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

જયારે, તેની સાથે ઝડપાયેલાં અન્ય એક શખસ હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા,મહુવા) હાલ મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તથા મહુવા નગરપાલિકાના પૂર્વ નગરસેવક હોવાનું ખુલ્યું છે. હાલ તેના પુત્ર પણ ભાજપનો નગરસેવક હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળેલ છે. આ સાથે જેસરના પૂર્વ સરપંચ રાજા નાગજીભાઈ ઝાલા પણ આ દોરાડામાં ઝડપાયા હતા. આ બનાવે અંગે પોલીસ કાર્વાહીનો વીડિયો ભાવનગર જિલ્લાના વિવિધ ગૂ્રપમાં વાયરલ થતાં ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ, આ બનાવમાં ખુદ જિલ્લા પ્રમુખના સાળા સહિતના ઝડપાયા હોય જિલ્લા ભાજપ સંગઠન કે મોવડી મંડળ જવાબદારો વિરૂૂદ્ધ પગલાં લેશે કે કેમ? તે મુદ્દે ભાજપમાં છાનાખૂણે ચર્ચાઓનો દોર શરૂૂ થઈ ગયો હોવાનું જાણવા મળેલ છે.

ઝડપાયેલા શખ્સોના નામ
1) સિકંદર સલિમભાઈ કુરેશી (રહે.રાબેરી રોડ, દીવ)
2) મુકેશ અમરસિંઘ સોલંકી (રહે. મચ્છીવાડા, દીવ)
3) મનોજ શામજીભાઈ કાપડિયા (રહે.બેડીપરા, રાજકોટ)
4) ઈરફાન હરિફભાઈ શેખ (રહે.રૈયાધાર,શાંતિનગર ચોક, રાજકોટ)
5) કિરણ લિંબાભાઈ રાઠોડ(રહે.શાંતિનગર,મહુવા,જિ.ભાવનગર)
6) અરૂણ રેવાશંકર જોષી (રહે.નેસવડ, તા.મહુવા, જિ.ભાવનગર)
7) રાજા નાગજીભાઈ ઝાલા (રહે.ગાયના ગોંદરા પાસે, જેસર, જિ.ભાવનગર)
8) અકિલઅનિશ હુસૈન નકવી(રહે.ભાદ્રોડગેટ,મહુવા, જિ.ભાવનગર)
9) ભાવેશ અકાભાઈ પરમાર(રહે.ભાદ્રોડ, મહુવા,જિ.ભાવનગર)
10) હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા, મહુવા, જિ.ભાવનગર)
11) હિતેષ વલ્લભભાઈ આહીર (રહે.ઓથા, મહુવા, જિ.ભાવનગર)

Advertisement
Tags :
Advertisement
Advertisement