દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મીઠાપુર પોલીસે ભીમરાણા ગામેથી કમાભા લધુભા નાયાણી, હાજાભા ભોજાભા ભગાડ, પ્રવીણભા સત્યાભા નાયાણી અને ખીરાભા સાવજાભા નામના ચાર શખ્સોને જુગાર રમતા રૂૂ. 14,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
અન્ય એક કાર્યવાહીમાં સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે સુનિલભા બાબુભા માણેક, પ્રદીપ કૌશિક ધાવરીયા, રૂૂપારીબેન જેતાભા સુમણીયા, લાડુબેન શામરાભા માણેક, રાધાબેન બાબુભા માણેક, કૈલાશબેન ઉર્ફે સંજનાબેન સાગરભા સુમણીયા અને પુષ્પાબેન ગંગારામભાઈ હિંડોચા નામના સાત વ્યક્તિઓને પોલીસે રૂૂ. 10,590 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત આરંભડા વિસ્તારમાં આવેલી આંબેડકર સોસાયટીમાંથી શુક્રવારે સાંજે ગૌરીબેન પરસોત્તમભાઈ ધોરીયા, આલુબેન રાણાભાઈ પારીયા, ધાનીબેન મનુભાઈ વેગડા, ગંગાબેન વેજાભાઈ હાથીયા અને મિતલ નામના પાંચ પત્તાપ્રેમીઓને જુગાર રમતા 19,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં લાંબા ગામેથી હમીર જેઠા રાવલીયા, ડેવીન ભીયાભા માણેક અને રાજશી જેઠા રાવલીયા નામના ત્રણ શખ્સો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે બાબા પાલા ચેતરીયા અને પીઠા નારણ ચેતરીયા નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા.