સુરેન્દ્રનગરમાં 18 લાખની રોકડ, થાનમાં 4 કિલો ચાંદીની લૂંટ
સવારમાં ધોળા દિવસે ઝાલાવાડમાં લૂંટની બે ઘટનાથી સનસનાટી
ચીમનલાલ ભગવાનજી પેઢીના બે કર્મચારી ઉપર રસ્તા વચ્ચે છરી વડે હુમલો કરી બે બાઈકસવાર 18 લાખની રોકડ લૂંટી ગયા
થાનગઢની મેઈન બજારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકી બે શખ્સોએ 4 કિલો ચાંદીના ઘરેણાંની ચલાવી લૂંટ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ત્યારે આજે પોણા કલાકના સમયગાળામાં જ સુરેન્દ્રનગર અને થાનમાં બે સ્થળે લુટારુ ગેંગે તરખાટ મચાવી 18 લાખની રોકડ અને ચાર કિલો ચાંદીની લૂંટ ચલાવી લુટારુઓ હવામાં ઓગળી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરીછે.
સુરેન્દ્રનગરમાં આવેલ ચીમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે કર્મચારીઓ કિશોરભાઈ પંડ્યા અને હસમુખભાઈ શેઠ આજે સવારે પેઢીએથી 18 લાખની રોકડ રકમ થેલામાં ભરી મેગામોલ પાસે આવેલ બેંકમાં પૈસા જમા કરવા નિકળ્યા હતાં. આ વખતે ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર જ બાઈકમાં ધસી આવેલા બે લુંટારુઓએ બન્નેકર્મચારીઓ ઉપર છરી વડે હુમલો કરી 18 લાખની રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી બાઈક પર નાશી ગયા હતાં.
ટ્રાફિકથી ધમધમતા મેગામોલ પાસે જ સરાજાહેર બનેલી આ ઘટના અનેક લોકોએ નજરે નિહાળી હતી. પરંતુ કોઈ લુંટારુઓનો સામનો કરવા વચ્ચે આવ્યા ન હતાં. ખાનગી પેઢીના કર્મચારીઓ પર છરી વડે હુમલો કરી પલવારમાં જ લુંટારુઓ રોકડ સાથેનો થેલો લઈ નાશી ગયા હતાં.
બીજી એક ઘટનામાં થાન મેઈન બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં સવારે 10:15 કલાકની અરસામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ સોની વેપારી પર છરી વડે હુમલો કરી દુકાનમાંથી ચારેક લાખની કિંમતના ચાર કિલો ચાંદીના દાગીનાની લુંટ ચલાવી બે અજાણ્યા શખ્સો પલસર બાઈકમાં નાશી છુટ્યા હતાં.
પોણા કલાકઈમાં જ સુરેન્દ્રનગર અને થાનામં બે સ્થળે સરાજાહેર લુંટની ઘટના બની હતી. જેની જાણ પોલીસને થતાં જિલ્લા ક્ધટ્રોલરૂમ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાવી દીધી છે અને બન્ને સ્થળેથી લુંટારુઓના સીસીટીવી ફૂટેજ મેળવી શંકાસ્પદ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.