ભાવનગરના ઘોઘાના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરના નામે રૂા.18.30 લાખની છેતરપીંડી
ઇન્સ્ટાગ્રામ મારફતે આવેલી લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ ર્ક્યા બાદ સ્ટોકની ખરીદી કરી હતી
શેર બજારમાં રોકાણ કરાવી ઉંચુ વળતર અને નફો કમાવી આપવાની લાલચ આપી લાખો અને કરોડોની ઠગાઇ કરી રહેલા ગઠીયાઓએ ભાવનગરમાં વધુ એક યુવક સાથે રૂૂા.18,30,000ની ઠગાઇ કરતા સાઇબર ક્રાઇમ પોલીસને આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરની ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા કુલદીપસિંહ સુજાનસિંહ ગોહીલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર બજારને લગતી એડ જોઇ હતી. જે એડમાં તેમણે ક્લીક કરતા તેમને એક વોટ્સએપ ગૃપમાં શામેલ કરવામાં આવ્યાં હતા.
વોટ્સએપ ગૃપમાં શેર બજારને લગતા ન્યૂઝ તેમજ ટીપ્સ આપવામાં આવતા હતા અ્ને ત્યાર તેમને એકાઉન્ટ બનાવવાનું જણાવાયું હતું તેમજ ન દશાયડ્ઢભહશીતશદય પ નામની એપ્લીકેશન પણ ડાઉન લોડ કરાવી હતી. ફરિયાદીના નામનું એકાઉન્ટ બનાવવામાં આવ્યાં બાદ તેણે વિવિધ સ્ટોકની ખરીદી કરી અને તેની સામે તેમના બે બેંક એકાઉન્ટ તેમજ તેમના મિત્રના બેંક એકાઉન્ટમાંથી તેમણે રૂૂા.18,30,000 ચૂકવ્યા હતા.
જો કે, ત્યાર બાદ તેમણે નાણાં વિડ્રો માટેની રિકવેસ્ટ મોકલતા તેમને ટેક્સના પૈસા તેમજ વધુ ચાર્જીસ ચૂકવવા માટે જણાવવામાં આવતું હતુ. આમ, વારંવાર નાણાં વિડ્રો કરવા માટેની રિકવેસ્ટ સ્વિકારવામાં આવતી ન હોય પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં ફરિયાદીએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇટી એક્ટ તેમજ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.