સાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મ
રીબડાના શખ્સે યાજ્ઞિક રોડ ઉપર જયુસમાં ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ, ભોગ બનેલી મોડેલ ગોંડલ રોડ પાસે અવાવરૂ સ્થળેથી બેભાન મળી
રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની મોડેલ ઉપર ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા રીબડા ગામના યુવાને રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક જ્યુસની દુકાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ મોડેલ ઉપર દુષ્કર્મ ગુજારી તેણે ગોંડલરોડ ચોકડી પાસે અવાવરું સ્થળે મૂકી ભાગી જતા આ માળો પોલીસમાં પહોચ્યો હતો. પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂૂ કરી છે.
સમગ્ર ઘટનાની મળતી વિગતો પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન 10 દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા.અને બને રીલેશનશીપમાં આવ્યા હતા.
દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમીત ખુંટ સગીરા બન્ને મળ્યા હતા અને અમિત સગીરાને લઈને યાજ્ઞીક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બન્ને સાથે જ્યુસ પીધું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી. અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા. સગીરાસ સાથે અમિતે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેણે પોલીસને ઉપરોક્ત વિગતો સાથે ઘટના વર્ણવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરાઇ છે. સગીરાની બહેને મીડિયા સમક્ષ આપેલા ઈન્ટરવ્યુંમાં માહિતી આપતા હતું કે, હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે.
સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી. તેમના પરિવારના સભ્યો સુરત રહેતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેના પર દુષ્કર્મ થયું તે સગીરાએ તેની એક ફ્રેન્ડને પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલ સગીરાને જનાના હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જેના પર દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે તે અમીત ખુંટને ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂૂ કર્યા છે. જોકે તે હાલના તબક્કે ભાગી ગયો હોવાનું જાણવા મળે છે. થોડા મહિના પહેલા રીબડામાં માથાકુટ થઈ ત્યારે અમીત તેમાં ફરિયાદી હોવાની વાત પણ પોલીસને મળી છે. આ આખી ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ પુરાવા એકત્ર કરી રહ્યા છે. સગીરાની બહેને ન્યાયનહી મળે તો આત્મીવીલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી.