રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ સહિત પાંચ જિલ્લામાં વ્યાજખોરી વિરૂદ્ધ 164 લોકદરબાર યોજાયા: 12 ગુના નોંધાયા

04:54 PM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

26 વ્યાજખોરોની ધરપકડ, 25 વ્યક્તિને 1.71 કરોડની લોન અપાવાઇ

રાજ્યમાં અનઅધિકૃત રીતે નાણા ધિર-ધારનો ધંધો કરતા વ્યાજખોરોના ચક્રમાં ફસાય ગયેલા નિર્દોષ લોકો કે જેમની પાસેથી વ્યાજ ખોરોએ ખોટી રીતે નાણા પડાવ્યા હોય અથવાતો ખોટી રીતે પજવણી કરતા હોય તેવા લોકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી છોડાવવા, નાણા ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને અને ગેરકાયદેસર વ્યાજે નાણા આપતા લોકો પર લગામ લગાવવા સારૂૂ રાજયભરમાં પોલીસ દ્વારા જુન-2024 થી એક માસ દરમ્યાન ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલ છે. અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ દ્રારા સદર ખાસ ડ્રાઇવનો રેન્જ હસ્તકના જિલ્લાઓના પોલીસ અધિક્ષકઓને સુચના કરી પોતાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બહોળો પ્રચાર-પ્રસાર કરાવડાવી આવા અનઅધિકૃત રીતે નાણા ધિર-ધારનો ધંધો કરતા વ્યાજખોરોના ચક્રમાં ફસાય ગયેલા નિર્દોષ લોકોને બચાવવા આ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

ખાસ ડ્રાઇવ દરમ્યાન રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ 26 આરોપીઓ વિરધ્ધ વ્યાજખોરીના કુલ 12 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.ખાસ ડ્રાઇવ દરમ્યાન રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ 164 જેટલા લોકદબારો યોજી ભોગબનનારની રજુઆતો સાંભળી કુલ 10 રજુઆતો મેળવી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સરકાર દ્રારા નાના-મોટા વેપાર માટે સાવ નજીવા દરે અને સબસીડીના લાભ સાથે નાણા આપવામાં આવતા હોય છે જે અન્વયે આ પ્રકારની લોન સહાય આપતા સરકારી તથા અન્ય વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવા માટે રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ 09 કેમ્પોનુ આયોજન કરી કુલ 25 લોન મંજુર કરવામાં આવેલ છે આ મંજુર થયેલ લોનની કુલ રકમ રૂ.1,71,40,276/- છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement