ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ

12:12 PM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

બાલંભડીના શખસ વિરૂધ્ધ ફરિયાદ

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

કાલાવડ તાલુકાના સરવણીયા ગામમાં રહેતી 26 વર્ષથી એક સગીરા પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી.

પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી તેણીનું અપહરણ થઈ ગયું હોવાનું અને કાલાવડ તાલુકાના બાલંભડી ડેમ પાસે નેસડા વિસ્તારમાં રહેતો ધનાભાઈ રાજવીરભાઈ માલાણી નામનો શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવા ના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતાં મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

સગીરાની માતાએ બાલંભડીના ધનાભાઈ રાજવીરભાઈ માલાણી સામે પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsKalavadKalavad newskidnapped
Advertisement
Next Article
Advertisement