રાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મ
વિધર્મી શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી બાળાને પ્રેમજાળમાં ફસાવી : આરોપી સકંજામાં
લેભાગુઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કુમળી વયની સગીરાઓને ફસાવતા હોવાનો કિસ્સો આવ્યો સામે
આજના સમયમાં ઘણીવાર અમુક લેભાગુઓ સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો દુરૂૂપયોગ કરી કુમળી વયની બાળાઓ સગીરાઓને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી બાદમાં પ્રેમજાળમાં લપેટી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચરતાં હોય છે. આવા કિસ્સા અગાઉ પણ સામે આવી ચુક્યા છે. દરમિયાન રાજકોટની 16 વર્ષની એક હિન્દુ પરિવારની બાળાને મુળ રાજકોટ જંગલેશ્વરના અને હાલ ગોંડલ રહેતાં મુસ્લિમ શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી ફ્રેન્ડશીપ કરી ફસાવી તેણીનું અણહરણ કરી લીધુ હતું. રાજકોટ, ગોવામાં તેણે બાળા સાથે અવાર-નવાર દૂષ્કર્મ આચરી લેતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ રહેતાં એક પરિવારની 16 વર્ષની દિકરી મોબાઇલ ફોનમાં સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી હોઇ એકાદ વર્ષ પહેલા તેણીને તેની ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક શખ્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. અરમાન નામથી આવેલી આ ફ્રેન્ડ રિક્વેસ્ટ તેણીએ સ્વીકાર લીધી હતી. એ પછી બંને વચ્ચે મેસેજ મારફત વાતચીત શરૂૂ થઇ હતી. ત્યારબાદ આ શખ્સે બાળાનો વધુ પરિચય કેળવી તેણીને પોતે ખુબ જ પ્રેમ કરે છે તેમ કહી આંબા આંબલી દેખાડયા હતાં. બાળા પણ આ શખ્સની મોહજાળમાં આવી ગઇ હતી અને તેની પ્રેમજાળમાં ફસાઇ ગઇ હતી.
આ પછી આ અરમાન નામના શખ્સે બાળાને પોતે તેને ખુબ પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેમ કહી જાળ બીછાવી હતી. એ પછી બંને એક બીજાને રૂૂબરૂૂ પણ મળવા માંડયા હતાં. દરમિયાન એકાદ મહિના પહેલા આ શખ્સ તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. રાજકોટ સહિત અલગ અલગ જગ્યાએ ફેરવી હતી અને તેની સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. ગોવા ખાતે વોટેલ કલગૂટ હોટેલમાં પણ તે આ સગીરાને લઇ ગયો હતો અને ત્યાં પણ દૂષ્કર્મ આચરી લીધુ હતું. થોડા દિવસ પહેલા તે બાળાને પરત રાજકોટ લઇને આવ્યો હતો. પરત આવ્યા પછી બાળાને સમજાયું હતું કે પોતે ખોટી જગ્યાએ ફસાઇ ગઇ છે. આ પછી તેણે વાલીને જાણ કરી હતી અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ મામલે ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને સ્ટાફે બાળાની ફરિયાદ પરથી ગોંડલ ફુલવાડી સામા કાંઠે રહેતાં અરમાન સલીમભાઇ ગોદાણી વિરૂૂધ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. આ શખ્સ મુળ જંગલેશ્વર વિસ્તારનો વતની છે અને છુટક કામ કરે છે. તે એકાદ વર્ષથી ગોંડલ રહેવા જતો રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ મારફત તેણીએ બાળાને ફસાવી હતી અને દૂષ્કર્મનો ભોગ બનાવી હતી.