મેટોડા અને ભાડલામાં હોળી ઉપર જુગાર રમતા 10 મહિલા સહિત 16ની ધરપડક
હોળી-ધુળેટીના તહેવાર ઉપર રાજકોટ જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં પોલીસે 10 મહિલા સહીત 16ની ધરપડક કરી હતી. હોળીના તહેવાર ઉપર પોલીસે મેટોડા પોલીસે બે સ્થળે તેમજ ભાડલાના કમળાપુર ગામે પોલીસે દરોડા પડ્યા હતા.
રાજકોટ રેન્જના આઇ.જી. અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા હોળી ધૂળેટીના તહેવાર ઉપર દારૂૂ- જુગાર ઉપર દરોડા પાડવા સુચના આપવામાં આવી હોય મેટોડા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ એસ.એચ.શર્માની ટીમે બાતમીના આધારે પાંભર ઇટાળા ગામમાં દરોડો પાડી જુગાર રમતા સુનીલભાઇ વિનોદભાઈ રાઠોડ, મનિષાબેન રમેશભાઈ રાઠોડ, હંસાબેન જયેશભાઇ રાઠોડ,વનીતાબેન સુરેશભાઇ રાઠોડ, શિલ્પાબેન ભરતભાઈ ચાવડા,કોમલબેન જયેશભાઇ મકવાણા, સોભનાબેન અનીલભાઇ હરીયાણી, સપનાબેન જયેશભાઇ રાઠોડની ધરપકડ કરી રોકડા રૂૂ.11,200 કબજે કર્યા હતા.
બીજા દરોડામાં મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.1 માં આવેલ અંજલીપાર્ક સોસાયટી માંથી જુગાર રમતા પ્રવિણભાઇ ધીરજભાઈ કામળીયા, હરીશભાઇ ભાલદેવભાઈ શીર,ઉર્મીલાબેન મણીલાલ નિમાવત,સંગીતાબેન દીનેશભાઇ શાહ,સુનીતાબેન મનોહરભાઇ પટેલની ધરપકડ કરી 7,900ની રોકડ કબજે કરી હતી. ત્રીજા દરોડામાં ભાડલાના કમળાપુર ગામે જુગાર રમતા ગાંડુભાઈ ભાણાભાઈ ચ્વડા,ભરતા ઉકાભાઈ સોસા અને લાલજી ભૂપતભાઈ સોમાણીને રૂૂ.14500ની રોડક સાથે ઝડપી લીધા હતા.