ભાવનગરમાં ક્રેડિટ કાર્ડ મારફત લોનના નામે 16.41 લાખની ઠગાઇ
ભાવનગરમાં રહેતા બે સગા ભાઈઓને વિશ્વાસમાં લઈ અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફત જુદી જુદી કંપનીઓના મોબાઇલ ફોન ખરીદી તેમજ લોનના બહાને કાર્ડનો ઉપયોગ કરી શખ્સે રૂૂ.16.46 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ બેન્ક કોલોનીમાં રહેતા અને સંસ્કાર મંડળ પાસે આવેલ ચસકા મસ્કા ફાસ્ટફૂડમાં નોકરી કરતા કેતનભાઈ ગોવિંદભાઈ ચાવડા સાથે ફાસ્ટફૂડની દુકાને નાસ્તો કરવા આવતા વિજય ગોરધનભાઇ માંડલિકે પરિચય કેળવી લોન લેવા માટે સિબિલ રેકોર્ડ સુધરવા ક્રેડિટ કાર્ડ મારફત લોન લેવા સમજાવી ભાવનગરમાં આવેલ અલગ અલગ સ્ટોરમાંથી મોંઘા મોબાઇલ ફોન ખરીદ કર્યા હતા અને કાર્ડ મારફત તેની લોન કરવી હતી,આ ઉપરાંત ગોલ્ડ લોન તેમજ રોકડ રકમ પણ મેળવી લીધી હતી. આ ઉપરાંત કેતનભાઇના ભાઈ નીતિનભાઇને પણ વિશ્વાસમાં લઈને ક્રેડિટ કાર્ડ મારફત લોન તેમજ રોકડ વ્યવહાર કરી કુલ રૂૂ.16,41,383/- ની છેતરપિંડી કરી હતી.આ બનાવ અંગે કેતનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.