For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયું

12:05 PM May 09, 2025 IST | Bhumika
લીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયું

એસએમસીના દરોડામાં વોન્ટેડ આરોપી સહિત ત્રણ ઝડપાયા : ત્રણ શખ્સોની શોધખોળ

Advertisement

બાયોડીઝ, ચોખાની 620 બોરી સહિત 95.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

લીંબડી-રાજકોટ હાઈવે પર રાસકા ગામના પાટિયા પાસે આવેલી નર્મદા કેનાલ નજીકથી લીંબડી ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા 1950 લીટર બાયોડીઝલ તથા 620 બોરી ચોખા, 4 વાહન, 2 મોબાઈલ ફોન તથા 1 મોટર મળીને કુલ રૃપિયા 95.50 લાખનાં મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડયા હતા. અન્ય 3 શખ્સો નાસી છુટયા હતા. લીંબડી રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલોમાં બુટલેગરો દ્વારા ગેરકાયદે રીતે બાયોડીઝલ વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠતા લીંબડી ડીવાયએસપી વી.એમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ ધરવામાં આવ્યું હતું.

Advertisement

જેમાં બાતમીના લીંબડી-રાજકોટ હાઇવે પર આધારે રાસકા ગામના બોર્ડ થી રાસકા ગામ તરફ જતા રોડ પર નર્મદાની કેનાલ પાસે રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા (રહે. સૌકા) ગેરકાયદે રીતે બાયોડીઝલ ટેન્કરમાં લાવીને હાઈવે રોડ પર ચાલતા ટ્રક ચાલકોને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી વી.એમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો.

પોલીસના દરોડામાં રવિરાજ રણજીતસિંહ ઝાલા (રહે. સૌકા), સુનીલ બદ્ધિગીરી ગોસ્વામી (રહે. ભીલખેડી, ભાગોર મધ્ય પ્રદેશ), દેવીલાલ માંગીલાલ કસન (રહે.સુજાલપુર મધ્ય પ્રદેશ) સહિતના ને ઝડપી પાડી 1590 લીટર બાયોડીઝલ (કિ.રૃ.1,19,250), 4 વાહન (કિં.રૃ.64 લાખ), ચોખાની 620 બોરી (કિં.રૃ. 20,18,250), કલર ડોલો તથા બેરલો (કિ.રૃ.10,00,000), બે મોબાઈલ (કિં.રૃ. 8,000) એક મોટર (કિં.રૃ. 5,000) મળીને કુલ રૃપિયા 95,50,500 નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ બાયોડીઝલ ભરી આપનાર વોન્ટેડ ઈરફાન ઉર્ફે ઈમરાન (રહે. કચ્છ, ભુજ) તથા નાશી છુટનાર એક ટ્રક ચાલક તથા એક ટેન્કર ચાલક સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement