ભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યા
જામનગર શહેરની ભાગોળે આવેલા નાઘેડી ગામમાં રહેતા એક ચીટર શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાની લાલચ આપી ચાર જેટલા લોકો સાથે રૂૂા. એક કરોડની ઠગાઈ આચર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં 15 જેટલી ટ્રક ભાડે આપવાનો કરાર કરી ટ્રક ભંગારમાં વેંચી છેતરપિંડી આચરવામાં આવી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, ભાણવડમાં રહેતા રાજેશભાઈ નગાભાઈ છેતરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ એકાદ વર્ષ પહેલા તેઓએ તેમના મિત્ર મુકેશભાઈ રણમલભાઈ ખીટની ઓળખથી હરેશભાઈ ખીમજીભાઈ ભટ્ટ ના વર્ક ઓર્ડરમાં રૂૂા. 25 હજારના ભાડામાં ટ્રક રજી નં. જીજે-11-એકસ-9557 દર મહિને રૂૂા. 25 હજારના ભાડામાં ચલાવવા આપ્યો હતો. ત્યાર બાદ હરેશભાઈએ તેમને કહેલ કે મારી પાસે એક પાણીનું ટેન્કર છે, કે મારા વર્ક ઓર્ડરમાં રૂૂા. 80 હજારના ભાડે રિલાયન્સમાં ચાલે છે જે મારે વેચવું છે. તેવું કહેતા રાજેશભાઈએ ટેન્કર રજી નં. જીજે-24-વી-1596 વાળુ રૂૂા. બે લાખમાં તેમની પાસેથી ખરીદેલ અને ભાડાપેટે તેમના જ વર્ક ઓર્ડરમાં મુકેલ અને બે માસનું ભાડું આપ્યા બાદ હરેશભાઈએ કહેલ કે મારી પાસે દસ જેટલી ટ્રકો છે.
જે તમારે લેવી છે. જે મારા વર્ક ઓર્ડરમાં મુકી દઈશ અને દર મહિને બધી ગાડીઓના રૂૂા.25 હજારનું ભાડુ આપવાનું લાલચ આપતાં 10 ટ્રક જેની કુલ કિંમત રૂૂા. 28.25 લાખ ખરીદી તેના વર્ક ઓર્ડરમાં ભાડેથી મુકેલ હતી.
ત્યાર બાદ ત્રણ મહિના થઈ જતાં ભાડું ન ચુકવતાં ફોન પર સાચા-ખોટા જવાબ આપતાં તેમણે શંકા જતાં રિલાયન્સ કંપનીમાં તપાસ કરાવતાં આ કોઈ ટ્રકો ચાલતા નથી અને તેમના મિત્ર ભોજાભાઈ ભાદરકા એ ની ગાડી હરેશભાઈએ વેંચાતી લીધેલી છે, અને જી.પી. એસ. સીસ્ટમ ફીટ કરાવેલ હોય જેનું લોકેશન ચેક કરતાં લોકેશન રાજકોટ- ભાવનગર રોડ ઉપર આવેલી કબાડી બજારનું મળ્યું હતું.
ત્યા તપાસ કરતાં ભોજાભાઈની ટ્રક ત્યાં ભંગારમાં કપાઈ ગયેલ હોય અને તેમની ટ્રકો પણ કયાંક છુપાવી દીધેલ અથવા ભંગારમાં કપાવી નાખી હશે. જે અંગે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં અન્ય ભોગ બનનાર પંકજગીરી ભાવગીરી અપારનાથી, કૌશિકગીરી અપારનાથી સાથે ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત જુનાગઢમાં રહેતા રાહુલગીરી પ્રવિણગીરી મેઘનાથી તેમજ જામનગરના પિયુષભાઈ ગિરીશભાઈ સંચાણિયા અને મહેશભાઈ મનસુખલાલ બકરાણિયા સાથે પણ હરેશભાઈ ભટ્ટે રૂૂા. 62.56 લાખની છેતરપિંડી આચર્યા ની ફરિયાદ પંચ બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.