For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવાયત ખવડ સહિત 15 સામે ખૂનની કોશિષ-લૂંટનો ગુનો નોંધાયો

12:47 PM Aug 13, 2025 IST | Bhumika
દેવાયત ખવડ સહિત 15 સામે ખૂનની કોશિષ લૂંટનો ગુનો નોંધાયો

સાસણગીરમાં અમદાવાદના યુવકની કાર સાથે કાર અથડાવી ડાયરાના કલાકારે ફિલ્મીઢબે હુમલો કર્યો, ધોકા ફટકારી હાથ ભાંગી નાખ્યા

Advertisement

લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથેની છ મહિના પૂર્વની માથાકૂટમાં દેવાયત ખવડે સાસણમાં મોરે મોરો કરી ધ્રુવરાજસિંહને કારને ફિલ્મી ઢબે ટક્કર મારી તેમના ઉપર હુમલો કરી દેવાયત ખવડ સહિતના ઈસમોએ કારમાં આવીને ધોકા વડે હુમલો કરીને ધ્રુવરાજસિંહનો હાથ ભાંગી નાખ્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં દેવાયત ખવડ સહિત કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી રચવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

તાલાલા પોલીસ સ્ટેશનમાં ધ્રુવરાજસિંહ ચૌહાણે નોંધાયેલી ફરિયાદ મુજબ, દેવાયત ખવડ અને તેમના સાથીઓ પર ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. જેમાં 109 ખૂનની કોશિશ,કલમ 311 વાહન વડે ઇરાદાપૂર્વક ભટકાવીને મૃત્યુ નિપજાવવાનો પ્રયાસ કરવો અને લૂંટ કરવી, કલમ 118: ભયંકર હથિયારનો ઉપયોગ કરીને ઇજા પહોંચાડવી,કલમ 198: ગુનાહિત ઈરાદાથી નુકસાન પહોંચાડવું,કલમ 191: ગેરકાયદેસર મંડળી રચવી,કલમ 61: ગુનાહિત કાવતરું ઘડવું,કલમ 352: ઈરાદાપૂર્વક ઉશ્કેરણી અથવા અપમાનિત કરવું અને કલમ 351: ધમકી આપવી. ધ્રુવરાજસિંહ ચૌહાણે નોંધાયેલી ફરિયાદ જણાવ્યા મુજબ તે મિત્રો સાથે કાલે ભાવનગર મુકામે હતો, અને આજે તેઓને સોમનાથ દર્શન કરવા જવાનું હોવાથી મિત્રો સાથે તાલાલા પાસેના ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા અને આજે સવારે 11 કલાકે તેઓ પોતાની કાર લઈને સોમનાથ જવા નીકળ્યા ત્યારે અહીના ચિત્રોડ ગામના પાટિયા પાસે અચાનક આગળ-પાછળથી કાળા કાચની બે કારે તેમની કાર સાથે જોરદાર ટક્કર કરી હતી.

Advertisement

અને કારમાંથી મોઢે રૂૂમાલ બાંધેલા 12 જેટલા ઈસમો હાથમાં ધોકા સાથે ઉતર્યા હતા, અને ધ્રુવરાજસિંહની કારમાં તોડફોડ કરીને મારવા લાગ્યા હતા, જેમાં અચાનક એક શખ્સના મોઢા ઉપરથી રૂૂમાલ નીકળી જતા તે દેવાયત ખવડ હોવાનું દેખાયું હતું. તેણે રિવોલ્વર બતાવીને કહ્યું કે, આ તારા માટે જ બે નંબરની રાખી છે. તારી સગી નહી થાય. તેમ કહીને ધોકા વડે માર મારતા ધ્રુવરાજસિંહનો હાથ ભાંગી નાખ્યો હતો, અને ત્યાંથી ભાગી ગયા હતા. હુમલો કરનાર ઈસમો ધ્રુવરાજસિંહનો 17 તોલાનો સોનાનો ચેન, અને 42 હજાર રોકડા પણ લુંટી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાને પગલે પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો બીજી તરફ ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો છ મહિનાથી ચાલ્યો આવે છે, ધ્રુવરાજસિંહના ગામમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવાયત ખવડને આંઠ લાખ આપીને કાર્યક્રમમાં આવવા જણાવ્યું હતું, છતાં તેઓ ના આવતા પાછળથી મામલો ગરમાયો હતો. અને ગત 20 ફેબ્રુઆરીના રોજ દેવાયત ખવડની કાર ઉપર હુમલો થયેલો જેમાં ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ સહિતના સામે ફરિયાદ આપવામાં આવી હતી, તો સામેપક્ષેથી દેવાયત ખવડ સામે ભગવતસિંહ ચૌહાણે પણ છેતરપીંડીની ફરિયાદ અપાઈ હતી, જે મામલે આજે હુમલો થયો હોવાનું માનવામાં

Advertisement
Tags :
Advertisement
Advertisement