શહેરમાં 3 સ્થળે જુગારના દરોડામાં 15 શખ્સો ઝડપાયા
શહેરમાં શ્રાવણ માસ શરૂ થતા જ જુગારની જાણે મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે પોલીસે પણ જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેમને પકડવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરના ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી પોલીસે પતા ટીચતા 15 શખ્સોને રૂા.80 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસે સત્યનારાયણ નગર મેઇન રોડ પર આવેલી જયફ્રેબીકેશન નામની દુકાનમાં દરોડો પાડી પતા ટીચતા જય રમેશભાઇ રાઠોડ, દિલીપ મગનલાલ ધાબલીયા, હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, વિમલ મહેન્દ્રભાઇ જોશી અને ભકિતદાન ભરતદાન ગઢવીને રૂા13200ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં આજીડેમ પોલીસે કાથરોટા ગામની સિમમાં દરોડો પાડી જુગાર રમતા મનજી ભૂપતભાઇ સરવૈયા, ચતુર અરજણભાઇ બાવરીયા,વિપુલ ભનાભાઇ મકવાણા અને અમરશીં ચોથાભાઇ મેરને રૂા.10440નો રોકડ સાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે ગોંડલ રોડ પર આવેલા શેડમાં દરોડો પાડી પતા ટીચતા નીશાંત ઝાલાવાડીયા, નટુ દાસાણી, અશોક દવે, ચીરાગ ઉજીયા, વિજય ડેકીવાડીયા અને ભરત ભીમાણીને ઝડપી લઇ રૂા.56300ની રોકડ કબજે કરી હતી.