રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી
માણસોની નજર ચૂકવી ગઠિયો કળા કરી ગયો
રાજકોટમાં રામાપીર ચોકડી પાસે દુકાન નજીકથી એમેઝોનના 17,000 ના 15 પાર્સલની કોઈ ચોરી કરી લઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ,150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે દેવ-આશિશ એપાર્ટમેંટમાં રહેતા જીગ્નેશભાઇ સોમાભાઇ મકવાણા (ઉ.વ.30)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ રાજકોટ ખાતે ઓમ પેટ્રોલીયમની સામે ખોડીયાર હોટલની બાજુમા રામાપીર ચોકડી પાસે અમને કહો ના નામે એમેઝોન પાર્સલની ડીલવરી કરવાની દુકાન ચલાવુ છુ.
તા.26/05ના બપોરના એક થી બે વાગ્યાના અરસામા એમેઝોનની દુકાનમા એમેઝોન ડીલવરીનો સામાન રુટીનની જેમ આવે છે તેમ આવેલ અને હુ આજરોજ બપોરના અઢી વા ગ્યાની આસપાસ મારી દુકાને ગયેલ અને મે જોયુ તો મારી દુકાનનો ડિલવરીનો સામાન ઉતરેલ હતો અને મારી દુકાનમા રહેલ સિસ્ટમમા જોયેલ તો એક પાર્સલનો કોથળો ઓછો બતાવતા જેથી મે મારા માણસોને કહેલ કે એક પાર્સલનો કોથળો ક્યા ? તો મારી દુકાનના માણસો કહે કે કદાચ ઉતર્યો નહીં હોય જેથી મે ડિલવરી કરવા વાળાને પુછેલ તો તેની સિસ્ટમ માં બધા પાર્સલના કોથળા ઉતરેલ હતા બાદ અમે આજુ બાજુ તપાસ કરેલ તો એમેઝોનનો પાર્સલનો કોથળો મળેલ નહીં જેમા આશરે એમેઝોનના પાર્સલના 15 નંગ હતા જેની મારે અલગ અલગ જગ્યાએ ડિલવરી કરવાની હતી જેની આશરે રૂૂ.17,000 જેટલી ગણી શકાય તે કોઇ મારા માણસોની નજર ચૂકવીને ચોરી કરી હતી.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.