નંદનવન સોસાયટીમાં રેઢી કારમાં સંતાડેલી 149 ઈંગ્લિશ દારૂની બોટલ મળી
જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રેઢી પડેલી એક કારમાં ચોર ખાનામાં સંતાડવામાં આવેલો 149 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો પકડાયો છે, અને પોલીસે કાર અને દારૂૂ કબજે કરી લીધા છે. જે દારૂૂનો જથ્થો સંતાડનાર આરોપીને મોડેથી પોલીસે ઝડપી લીધો છે. આ ઉપરાંત એક બાઈકમાંથી પણ ઇંગ્લિશ દારૂૂ પકડાયો છે. જે બાઈક ચાલકને પોલીસ શોધી રહી છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમ દ્વારા નંદનવન સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જી.જે.1 કે.સી.3648 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં જણાતાં તે કારની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવી હતી. શરૂૂઆતમાં કશું દેખાયું ન હતું, પરંતુ પોલીસે કારની સીટને ઊચી કરીને ચેક કરતાં અંદર થી નાની મોટી 149 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો સંતાડેલી અવસ્થામાં મળી આવ્યો હતો.
તેથી પોલીસે કાર અને બાઈક વગેરે કબજે કરી લીધા છે, જ્યારે જે દારૂૂનો જથ્થો સંતાડનાર આરોપી જયેશ ઉર્ફે જયૂ કિશોરભાઈ ચાંદ્રા ને ફરારી જાહેર કરાયો હતો. જોકે મોડેથી તે આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
આ ઉપરાંત ત્યાંથી અન્ય એક જી.જે.10 ઇ.ડી. 6875 નંબરનું મોટરસાયકલ મળી આવ્યું હતું, જેમાં પણ સંતાડેલો 24 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂૂ અને બાઇક પોલીસે કબજે કર્યા છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.