મોરબીમાં ટ્રેલરની ટાંકીમાંથી 140 લીટર ડીઝલની ચોરી, બે શખ્સો ઝડપાયા
લખધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેકટરીના ગેટ પાસે રાખેલ ટ્રેલરની ટાંકીનું ઢાંકણાનો લોક તોડી અજાણ્યા ચોર ઇસમોએ ટાંકીમાંથી 140 લીટર ડીઝલ ચોરી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે જે મામલે મોરબી એલસીબી ટીમે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના વતની જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.48) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 25-10-25 ના રાત્રીના એકાદ વાગ્યાથી સવારના સાડા છ વાગ્યા દરમીયાન ફરિયાદીના કબ્જાવાળું ટ્રેઇલર આરજે 14 જીકયું 4377 વાળીના ટાંકીના ઢાંકણાનું લોક તોડી અજાણ્યા ચોર ઇસમેં ટાંકીમાંથી આશરે 140 લીટર ડીઝલ કીમત રૂૂ 13,000 ની ચોરી કરી લઇ ગયો છે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જે મામલે મોરબી એલસીબી ટીમે તપસ હાથ ધરવામાં આવતા સીસીટીવી અને અન્ય ટીમો દ્વારા અલગ અલગ જગ્યા એ તપાસ હાથ ધરવામાં આવતા સ્વીફ્ટ ગાડી જીજે 03 એચઆર 0581 વાળીનો ચાલક અને તેની સાથે બીજો ઇસમ મોરબીના જુના ઘૂટું રોડ પર સ્મશાન નજીક હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવતા હરેશભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ બાલસાણીયા રહે હળવદ ભવાનીનગર ઢોરો અને જીગ્નેશભાઈ ઉર્ફે જુગો ભરતભાઈ ખેર રહે મેરુપર દલવાડી વાસ તા.હળવદ વાળાને ઝડપી પાડી વધુ પુછપરછ કરતા વિપુલ રેવર રહે-સોલડી તા.ધ્રાંગધ્રા અને અમિતભાઈ ઠાકોર રહે કવાડિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલ આરોપી પાસેથી એક સ્વીફ્ટ કાર 3,00,000, ડીઝલ ચોરીના ઉપયોગ કરેલ ખાલી કેરબા નંગ 7 કીમત રૂૂ.350 અને પ્લાસ્ટિકની પાઈપો નંગ કીમત રૂૂ.100 એમ કુલ મુદામાલ કીમત રૂૂ.3,00,450 કબજે કરવામાં આવ્યો હતો તો આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રીના સમયે આવેલ ટ્રકો હાઈવે તથા કારખાના પાસે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઈવરો સુતા હોય દરમિયાન તેની ટ્રકની ડીઝલ ટાંકીઓના ઢાંકણા પાના વડે તોડી ડીઝલ કાઢી લેતા હોવાની માહિતી મળી છે