રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા, કલ્યાણપુરમાં 4 જુગાર દરોડામાં 14 ઝડપાયા

12:19 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના મંદિર પાસે મોડી રાત્રિના સમયે બેસીને સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા વીરા નારણ ચાવડા, જીવા પાલા ચાવડા, રણજીતસિંહ કલુભા જાડેજા અને રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોલીસે ઝડપી લઇ, રૂૂપિયા 14,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે એક દરગાહની બાજુમાં બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા પરબત હરદાસ કંડોરીયા, મોહન અમરા રાઠોડ, નારણ આલા ગોજીયા અને રામદે ભાયા કરમુરને પોલીસે ઝડપી લઇ, રૂૂપિયા 22,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જ વિસ્તારમાં દરિયાકાંઠેથી પોલીસે હમીર દેશુર જોગલ, મુરુ નારણ માડમ અને ભરત પાલા આંબલીયાને તીનપત્તીનો જુગાર રમતા રૂૂ. 7,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક મંદિરની પાછળના ભાગેથી પોલીસે કેશુ મેરામણ કાગડીયા, પાંચા કારા પરમાર અને નારણ રીછા જમોડને જુગાર રમતા રૂૂપિયા 10,230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

વિદેશી દારૂૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના થાર્યા રાયા માયાણી નામના 40 વર્ષના શખ્સને પોલીસે રૂૂપિયા 4,000 ની કિંમતની વિદેશી દારૂૂની 10 બોટલ તેમજ એક મોબાઈલ ફોન મળી, કુલ રૂૂ. 9,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે અહીંના રામનાથ સોસાયટીમાં રહેતા કમલેશ લખમણ જામનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ઓખામાં બે માછીમારનો ભોગ લેતો હાર્ટએટેક
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ રમણભાઈ ભીખાભાઈ રાઠોડ નામના 69 વર્ષના વૃદ્ધને સોમવારે રાત્રિના સમયે તેમની બોટમાં સુતા બાદ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ ચંપકભાઈ વાઘજીભાઈએ ઓખા મરીન પોલીસને કરી છે. અન્ય એક બનાવમાં સુરત તાલુકાના વડોલી ગામના લલ્લુભાઈ બાલુભાઈ હળપતિ (ઉ.વ. 54) નામના માછીમાર ને સોમવારે રાત્રિના સમયે તેમની અલ ફેસાની નામની બોટમાં સુતા બાદ હાર્ટ એટેકના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં જાહેર કરાયું છે.

Tags :
gujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement