ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકી

01:51 PM Jul 19, 2025 IST | Bhumika
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ થતી નથી. ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી 10 જેટલા ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરના ઓવરલોડ ડમ્પરો સહિત રૃ.14 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકા વિસ્તારમાં ગેરકાયદે ખનન અને વહનની ફરિયાદો ઉઠતાં વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ધરમ તળાવ પાસેથી બે ડમ્પર, ખોડુ ગામેથી પથ્થર ભરેલા 2 ટ્રક અને વસ્તડી-અમદાવાદ હાઈવે પરથી 10 ડમ્પર સહિત કુલ 14 ડમ્પરને રોયલ્ટી તેમજ પાસ પરમીટ વગર ઓવરલોડ ઝડપી પાડયા હતા અને અંદાજે રૃા.7 કરોડનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અને મામલતદારના ચેકિંગ દરમિયાન 25થી 30 ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ડમ્પરો અલગ-અલગ જગ્યા પર ખનીજ સંપતિ ખાલી કરીને નાસી છુટયા હતા. તેમજ સરકારી ગાડીઓની રેકી કરતા ભૂમાફિયાઓની ગાડી પણ કબજે કરવામાં આવી હતી. જેમાં ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓને ફિલ્ડમાં જતા અટકાવવા તેમજ કર્મચારીઓની રેકી કરી રસ્તામાં ઉભા રાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ભુમાફીયા મેરૃભાઈ વજાભાઈ કલોતરા (રહે.લખતર) સામે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

 

Tags :
crimegujaratgujarat newsWadhwanWadhwan news
Advertisement
Next Article
Advertisement