For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયો

01:20 PM Dec 11, 2025 IST | Bhumika
ધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયો

જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આયાત થયેલો અને ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પકડી પડ્યો છે, અને દારુના ધંધાર્થીની અટકાયત કરી છે, જ્યારે દારૂૂના સપ્લાયરનું નામ ખુલ્યું છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂૂ આયાત કરવામાં આવ્યો છે, અને 31 ડિસેમ્બરની ઉજવણી કરનારા પ્યાસીઓની તરસ છીપાવવાના ભાગરૂૂપે ઇંગ્લિશ દારૂૂ આયાત કરી પોતાની વાડીની ઓરડીમાં સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.

Advertisement

જે દરોડા દરમિયાન વાડીની ઓરડીમાં સંતાડવામાં આવેલો 1,314 નંગ ઇંગ્લિશ દારૂૂની નાની મોટી બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 4,35,600 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લઇ દારૂૂના ધંધાર્થી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ની અટકાયત કરી લીધી છે. પોલીસને પૂછપરછ દરમિયાન પોતે રાજસ્થાનના વતની જગદીશભાઈ નામના એક વ્યક્તિ પાસેથી દારૂૂ આયાત કરીને લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement