For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણ

12:33 PM Dec 23, 2024 IST | Bhumika
દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણ

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું છે, અને નજીકમાં જ રહેતો અને મજૂરી કામ કરતો પરપ્રાંતીય શખ્સ લગ્ન કરવાના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે.જામનગર નજીક દરેડ જી.આઈ. ડી. સી. વિસ્તારમાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષ ની સગીરાનુ બે દિવસ પહેલા અપહરણ થઈ ગયું હતું. જેની પરિવારજનો અને પોલીસે શોધખોળ શરૂૂ કરતાં માલુમ પડ્યું હતું, કે તેના પાડોશમાં જ રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો વતની નાનકાભાઈ ધુલિયાભાઈ ભાભોર કે જે લગ્ન કરવાના ઇરાદે સગીરાને ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં સગીરાના પિતા દ્વારા જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતીય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પંચશી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે તેની શોધખોળ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement