ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ

05:14 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ધો.8ની છાત્રા સાથે ઢગાએ સોશિયલ મીડિયામાં પરિચય કેેળવી સંપર્ક કર્યો

સ્કૂલે પરીક્ષા આપવા જતી તરુણીનું અપહરણ કરી આજી ડેમના બગીચા પાસે દુષ્કર્મ ગુજાર્યુ: આરોપી સકંજામાં

કોઠારીયા વિસ્તારમાં 13 વર્ષની તરૂૂણીનું અપહરણ કરી વડાળીના જયેશ સાપરા નામના શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ હતી.આ ઘટનામાં આજીડેમ પોલીસે દુષ્કર્મ, પોકસો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વડાળીના જયેશ સાપરાને દબોચ્યો હતો.આ બનાવ અંગે મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા 22 વર્ષથી રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં 48 વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયેશ રણછોડ સાપરા (રહે. વડાળી, રાજકોટ) નું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મ, અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કલર કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.તેઓને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે. જેમાં ત્રીજા નંબરની પુત્રી 13 વર્ષની છે અને ધો. 8 માં અભ્યાસ કરે છે. ફરિયાદીની પત્ની કેટરર્સમાં કામે જાય છે અને આરોપી પણ કેટરર્સમાં કામે આવતો હતો. થોડાં દિવસ પહેલા કેટરર્સમાં માણસોની વધું જરૂૂરિયાત પડતાં કેટરર્સ સંચાલકે ફરિયાદીને જાણ કરી હતી. જેથી તે દિવસે રવીવાર હોવાથી તેમની 13 વર્ષની પુત્રીને સ્કૂલે રજા હોવાથી તેને કેટરર્સમાં માતા સાથે કામે મોકલી હતી.ત્યારે આરોપીએ ફરિયાદીની પુત્રી સાથે પરિચય કેળવી લીધો હતો અને તરૂૂણીની માતાના મોબાઈલમાં સ્નેપચેટમાં આઈડી બનાવી દિધું હતું. જે બાદ રાતના સમયે આરોપી તરુણીને મેસેજ કરતો હતો. દરમિયાન ગઈ તા.15 ના તરૂૂણીને પરીક્ષા ચાલું હોય જેથી તે સવારે 10 વાગ્યે ઘરેથી નીકળી હતી. બાદમાં તે બપોર સુધી ઘરે ન આવતાં તેની શોધખોળ આદરી હતી. તેઓએ આજીડેમ પોલીસ મથકે પણ પુત્રીની ગુમનોંધ કરાવી હતી.

જે બાદ મોડી રાત સુધી તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન ફરિયાદીની અન્ય પુત્રીએ જણાવ્યું હતું કે, તેમની બહેન વડાળીના જયેશ સાથે ફોનમાં વાત કરતી હતી અને હોળીના દિવસે પણ તેઓ મળ્યાં હતાં. જેથી બીજા દિવસે સવારે કેટરર્સ સંચલકનો સંપર્ક કરી તેને વાત કરી હતી. જે બાદ આરોપી તરુણીને ઘર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો.

જે બાદ તરુણીને પોલીસ મથકે લઈ જતાં પોલીસ સામે તરૂૂણીએ જણાવ્યું હતું કે, આરોપી તેમને હુડકો ચોકડી પાસે મળ્યો હતો અને ત્યાંથી થોડાં સમયમાં પરત આવતાં રહેસુ તેમ કહી આજીડેમ પાસેના બગીચા નજીક આવેલ તેની વાડીએ લઈ જઈ ધરારીથી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.બી જાડેજા અને ટીમે આરોપીને ઘરેથી પકડી કાર્યવાહી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrape case
Advertisement
Next Article
Advertisement