જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ
જામનગર શહેરમાં તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ગજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી 13 મહિલાઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો ગુલાબ નગર બ્રિજ નીચે શ્યામ ટાઉનશીપ પાસે સીતારામ પાર્કમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી પૂજાબેન હિતેશભાઈ ભુવા, વિલાસબેન ભરતભાઈ જેઠવા, શોભનાબેન નાનુભાઈ માણેક, પૂનમબેન દુર્ગેશભાઈ ચૌહાણ, શીતલબેન કાળુભાઈ, હર્ષિદાબેન ભીખુભાઈ મકવાણા, જયાબેન જયસુખભાઈ પરમાર , લતાબેન વિનોદભાઈ પાટડીયા તેમજ હંસાબેન જયંતીભાઈ જેઠવા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૃપિયસ 10,550 ની રોકડ રકમ અને જુગાર નું સાહિત્ય કબજે કર્યું છે. જુગાર અંગેનો બીજો દરોડો જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી ભાવનાબેન જમનભાઈ સોલંકી, લાભુબેન જેન્તીભાઈ પરમાર,વાતો બેન ધીરુભાઈ 2,530 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.