For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા-જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા

01:36 PM Jun 03, 2025 IST | Bhumika
ખંભાળિયા જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા

Advertisement

ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા - જામનગર માર્ગ પર ચેકિંગ કાર્યવાહીમાં મોટરસાયકલ મારફતે ઓવર સ્પીડમાં બાઈક ચલાવી અને ભયજનકરીતે સ્ટંટ કરતા 13 મોટરસાયકલ ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

રજીસ્ટ્રેશન નંબર વગરની બાઈક તેમજ ડ્રાયવિંગ લાયસન્સ વગર નીકળેલા આ રેસિંગ સ્ટંટબાજો જામનગર, સિક્કા, બેડ તથા સલાયા વિગેરે વિસ્તારના હોવાનું ખુલવા પામ્યું હતું. જે તમામ સામે પોલીસે એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ રીતે ટ્રાફિક પોલીસે બીજાના જીવને જોખમમાં મુકતા આ સ્ટંટબાજોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement