શહેરમાં જુગારના બે દરોડામાં પત્તા ટીંચતા 13 શકુની ઝડપાયા
શહેરમા પોલીસે જુગારનાં બે સ્થળે દરોડા પાડી પતા ટીંચતા 13 શકુનીને ઝડપી પાડી પટમાથી રૂ. રર હજારની રોકડ કબજે કરી છે. આજીડેમ ચોકડી પાસે સાઇબાબા સર્કલ પાસે અને રૈયા ગામમા દરોડા પાડવામા આવ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકનાં હેડ કોન્સ એસ. ડી. બારોટ, કોન્સ . દેવાભાઇ ધરજીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમિયાન સાઇબાબા સર્કલ પાસે એટલાસ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા પુજા સબમર્શીબલ પંપ નામનાં કારખાનાં પાસે જાહેરમા જુગારધામ ચાલુ હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી પતા ટીચતા દેવ ઉદયનારાયણ ચૌહાણ, રાજકુમાર રમેશચંદ્ર, સાની આલમ વલીમહમદ ગાઝી, ચંદ્રશેખર રામ બિલાવન કુશ્વાહ, મહેબુબ આલમ ગની મહમદ ગાઝી, કલ્લુ બહાદુર પાલ, રજજબ સબીર અલીને ઝડપી પાડી પટમાથી રૂ. 11150 ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવમા યુનિવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે બાતમીનાં આધારે રૈયા ગામમા જાહેરમા જુગાર રમતા ભાવેશ પુનાભાઇ રાઠોડ, મનોજ મુળજીભાઇ સખીયા, અમરા થોભણભાઇ બાંભવા, કિશોર દિનેશભાઇ રાઠોડ, મુકેશ અમરાભાઇ વાણીયા અને મનોજ બહાદુરભાઇ મીખસુરીયાને પકડી લઇ રૂ. 10060 ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.