રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

13 ગુનામાં સંડોવાયેલો શખ્સ પાસામાં ધકેલાયો

04:48 PM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચોરીઓ, હદપારી, ધાકધમકી સહિતના 13 જેટલા ગુનાઓમાં સામેલ લોહાનગર ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતાં મનસુખ ઉર્ફ દિકુ હરિભાઇ પરમાર (ઉ.વ.23)ને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો છે. અલગ અલગ ગુનાઓની ટેવ ધરાવતાં શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ઇ-ગુજકોપમાં ચેક કરી પાસા દરખાસ્ત કરવાની સુચના મળી હોઇ એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે મનસુખ ઉર્ફ દિકુને પાસામાં ધકેલવા દરખાસ્ત મુકી હતી. મનસુખ અગાઉ રાજકોટના ગાંધીગ્રામ, ભકિતનગર, બી-ડિવીઝન, માલવીયાનગર, એ-ડિવીઝન, અમરેલી લીલીયા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં ચોરીઓ, હદપારી, ધાકધમકીના 13 જેટલા ગુનામાં સંડોવાઇ ચુકયો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement