ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં ઓનલાઈન યંત્રના જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

11:48 AM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન અને જુગારમાં વપરાતા અન્ય સાધનો મળીને કુલ રૂૂ.1,92,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ત્રણને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલસીબી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડિયાવાસ તેમના કબજા હેઠળની આડોડિયા વાસની બે દુકાનોમાં અને જીતેશ ઉર્ફે વિવેક દિલીપભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ) તેમની બાજુની પતરાવાળી દુકાનમાં આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવે છે. આ શખ્સો બહારથી માણસોને બોલાવી દુકાનમાં રાખેલ મશીન પર યંત્રોના ચિત્રો પર રોકડ રકમ લગાવી હારજીતનો જુગાર રમાડતા હતા. વિજેતાને લગાડેલી રકમ કરતાં દસ ગણી રકમ ચૂકવીને નસીબ આધારિત આ જુગાર ચાલતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ ’ઓનેસ્ટ-1’ અને ’સેફરોન’ નામની ઓનલાઇન ફ્રેન્ચાઇઝી અને યંત્રોનું વેચાણ કરવાના બહાને આ જુગાર રમાડતા હતા.

ગ્રાહકો યંત્રના ચિત્રો પર રૂૂ.11, રૂૂ.22, રૂૂ.33 વગેરે જેવી રકમો લગાડતા હતા. દર પાંચ મિનિટે ઓનલાઇન એક યંત્ર વિજેતા જાહેર થતું હતું. લગાડેલ રકમના નવ ગણા રૂૂપિયા (દા.ત., રૂૂ.11 લગાવનારને રૂૂ.99 આપવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રવૃત્તિ વરલી મટકાના જુગાર જેવી જ છે, જ્યાં આંકડાને બદલે યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય છે. આ જુગારમાં ગ્રાહકોને કોઈ યંત્ર કે સિક્કા આપવામાં આવતા નહોતા. પોલીસ સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા 12 શખ્સો ને ઝડપી પાડ્યા હતાં. જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. તમામ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement