અનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવનાર ત્રીચી ગેંગના 12 સભ્યો ઝડપાયા
ચોરીનો માલ વતનમાં કુરિયર મારફતે મોકલાવતા: ત્રણ ગિલ્લોલ, 180 ધાતુના છરા સહિતનો મુદ્દામાલ જપ્ત: ગેંગની પુછપરછમાં 25 ગુનાના ભેદ ઉકેલાયા: રાજકોટ, મહારાષ્ટ્ર અને ગોવામાં ગુના આચર્યા હોવાનું રટણ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં વડોદરામાં કારના કોચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે અને તીરચી ગેંગ આ કામ કરે છે,જેમાં વડોદરા પોલીસે બાતમીના આધારે 12 આરોપીઓને ઝડપી પાડયા છે.અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે,આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, અનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગમાં ચોરી કરવાનો હતો પ્લાન પણ તે નિષ્ફળ ગયો હતો.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કુલ 12 આરોપીઓને ઝડપી પાડયા છે,અને તેમની પાસેથી 11 લેપટોપ,17 મોબાઈલ અને દાગીના કબ્જે કરાયા છે,તીરચી ગેંગના 12 લોકોને ઝડપી 25 ગુનાનો ભેદ ઉકેલાયો છે.આરોપીઓ ગુજરાત,મહારાષ્ટ્ર,ગોવામાં કારના કાચ તોડી ચોરી કરતા હોવાની વાત સામે આવી છે તો તમામ આરોપીઓ તમિલનાડુના તીરચી ખાતેના રહેવાસી છે.અનંત અંબાણીના લગ્નમાં ચોરી કરવાનો પ્લાન હતો પરંતુ ચુસ્ત સુરક્ષા હોવાથી ચોરી કરી શક્યા ન હતા તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગિલોલથી કારના કાચ તોડતી હતી અને તમિલનાડુના તીરચી ખાતેના રામજી નગરના તમામ આરોપી છે બીજી વાત એ પણ સામે આવી છે કે,કોઈ કારમાં બેઠુ હોય તો પૈસા પડ્યા છે તેમ કહી ચોરી કરતા હતા આ ગેંગને જગન સેરવે નામનો આરોપી ગાઈડ કરતો હતો,આરોપીઓએ હમણા શિરડી ખાતે પણ મોટી ચોરી કરી હોવાની વાત સામે આવી છે.જગન સેરવેના વિરુદ્ધમાં વાપી,શિરડી,અમદાવાદ સહિતના શહેરોમાં લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂકયો છે.
આ ટોળકીમાં એક એન્જીયરિંગ એક્સપર્ટ પણ છે અને આ તીરચી ગેંગની ત્રીજી પેઢી છે અને ચોરી કરી પોતાના ગામમાં કુરિયર કરતા હતા અને અન્ય ગુનાઓ પણ આચર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.જ્યારે ચોરી માટે વપરાતી 3 ગિલોલ 180 ધાતુના છરા સહિત 10.05 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે એમની પુછપરછ કરતા તેમને ત્રિચિ ગેંગ નાં સભ્યો હોવાની એન કારના કાચ તોડી કીમતી સામાનની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.