જામનગરમાં મકાનમાંથી 117 બોટલ ઈંગ્લિશ દારૂ પકડાયો
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાન ના ધંધાર્થી શખ્સના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો પકડાયો હતો. જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારના રહેતા એક પાનના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 117 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કરી લઈ પાન ના વિક્રેતા આરોપીની અટકાયત કરી છે. જેની પૂછપરછ માં સપ્લાયર નું નામ ખૂલ્યું છે.
જામનગરના સિટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી ના આધારે જામનગરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દરોડો પડ્યો હતો. ત્યાં રહેતા અને પાનની દુકાન ચલાવતા અજય કરસનભાઈ માનસુરીયા ના મકાનની તલાસી લેતાં તેના મકાનમાંથી 117 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ અને મોબાઈલ ફોન વગેરે સહિત 51.000 ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન જામનગરમાં જ રહેતા અનિલ ઉર્ફે ટેણી ઉર્ફે લાલિયો રાજેશભાઈ માનસુરીયાએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, એને પોલીસ તેને શોધી રહી છે.
