ગુજરાત-MP બોર્ડર પર 168 કરોડનું 112કિલો ડ્રગ્સ ઝડપાયું, 4ની અટકાયત
ગુજરાત- મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા ઝંબુઆ પાસે DRIની ટીમે દરોડા પાડીને ૧૬૮ કરોડનું ૧૧૨ કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. આ ઉપરાંત આ ઘટનામાં દાહોદના ૨ શખ્સ અને વડોદારમાં ૧ સહીત ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે
મળતી માહિતી મુજબ મેઘનગર GIDC વિસ્તારમાં આવેલ એક ફાર્મ કંપનીમાં ગઈકાલે DRIની ટીમ દ્વારા દરોડા પડવામાં આવ્યા હતા. DRIની ટીમે દવા બનાવતી કંપનીમાંથી ૩૬ કિલો ડ્રગ્સ પાઉડરઅને ૭૬ કિલોગ્રામ લીક્વીડ ફોર્મમાં મળી કુલ ૧૧૨ કિલોગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને કંપનીને સીલ માર્યું હતું. આ ઉપરાંત ૪ ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝાંબુ પાસે આવેલ દવા બનાવતી એક ફરમ કંપનીમાં DRIની ટીમ દ્વારા ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ઉપરાંત પાઉડર, કેપ્સુલ ફોર્મ તેમજ ઇન્જેક્શન ફાર્મ વસ્તુઓ કબજે કરી હતી. ત્યારે વધારે તપાસ કરતા આ કંપનીનો માલિક ગુજરાતનો હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા અંકલેશ્વરમાં ૫૦૦૦ કરોડનું કોકેઈન ઝડપાયું