શાપર વેરાવળમાંથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ
કયા હેતુથી ભારતમાં ઘુસણખોરી કરી તે મામલે એસઓજી દ્વારા તપાસ
ભારત દેશના જમ્મુ કાશ્મીર રાજયના પહેલગામ ખાતે થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઇ ભારત સરકારે ભારત દેશમાં ધુસણખોરી કરી રહેતા બાંગ્લાદેશના લોકોને શોધી કાઢી તેઓને પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહીં જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપેલ. જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજકોટ જીલ્લામાં ધુસણખોરી કરનારા અન્ય દેશના લોકો સામે ગંભીરતાપુર્વક કામગીરી કરી, શોધી કાઢવા સુચના આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર એ.એફ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખા પીએસઆઇ પી.બી.મિશ્રા તથા એસ.ઓ.જી.સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એસ.ઓ.જી.શાખાના શિવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા તથા વિપુલભાઇ ગોહિલનાઓને સંયુકત ખાનગીરાહે હકીકત મળેલ જે હકીકત આધારે શાપર-વેરાવળ ખાતે થી મોદીના બેગમ ઉર્ફે પ્રિયંકા સોસ્લાઉદીનખાન સુરમાનઅલી સોનાઉલા, (ઉ.વ.35, રહે.બેલગુંચી મુકુદરતી બસ્તી, તા.રાજશાહી,થાણા બેલગુંચી, જી.સિરાજગંજ, બાંગ્લાદેશ વાળી ) મળી આવતા તેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓ પાસે ભારતીય નાગરિક તરીકેનો આધાર / પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ થી અહીયાં આવેલ હોવાનું જણાવતાં તેણીને નજર કેદ કરવામાં આવેલ અને મોદીના નામની મહિલા કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ ? તેમજ તેણી ખરેખર કયા હેતુથી ઘુસણખોરી કરેલ છે. તે દિશામાં તપાસ ચાલું છે.
એસ.ઓ.જી.શાખાના પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ પી.બી.મિશ્રા, કે.એમ.ચાવડા તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. શિવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, વિરરાજભાઇ ધાધલ, તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહીલ, રામદેવસિંહ ઝાલા તથા શાપર પોલીસ સ્ટેશનના પી.આઈ આર.બી.રાણા સહિત ના સ્ટાફે કામગીરી કરી હતી.