ગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયા
સુરત, અમદાવાદ, મોરબી અને રાજકોટના મહિલા-પુરૂષોએ દારૂ પાર્ટી યોજી હતી, એક આરોપી વોન્ટેડ
દારૂ સહિત 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત
મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં પોલીસે દરોડો પાડી દારૂૂની મહેફિલ માણતા 4 મહિલા સહિત 11ને પકડી લઈ 53 હજારના દારૂૂ અને બિયર સહિત 10.53નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મહિલાઓ અને પુરૂૂષો સુરત, અમદાવાદ, ઉદયપુરથી દારૂૂની મહેફિલ માણવા છેક ગીરમાં પહોચ્યા હતા.
આ અંગેની વધુ વિગત મુજબ મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં મહિલાઓ અને પુરૂૂષો દારૂૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી. આથી મેંદરડા પી.આઈ. પી.સી. સરવૈયા સહિતના સ્ટાફે ગતરાત્રીના આ સ્થળે દરોડો પાડવા વાહનો થોડે દૂર ઉભા રાખી પગપાળા આ ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા હતા, જ્યાં ફાર્મ હાઉસના મકાનમાં મહિલાઓ અને પુરૂૂષ હાથમાં દારૂૂનો ગ્લાસ લઈ સંગીત સાથે ડાન્સ કરતા હતા. પોલીસે ડાન્સ કરતા શખ્સોને કોર્ડન કરી ગીત સંગીત બંધ કરાવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી માળિયાહાટીના તાલુકાના મેહુલ હરદાસ બારડ (ઉ.વ. 46), રાજકોટના અંબિકા ટાઉનશીપમાં હેવન હિલ્સમાં રહેતા મુકેશ નરસી પણસારા, રાજદીપ સોસાયટીના કેવલ અર્જુન ચોવટીયા, નાના મવા મેઇન રોડ પર રહેતા દર્શન જગદીશ છત્રાળા, મોરબીના રવાપર રેસીડેન્સીમાં રહેતા હરીશ જશવંત ભેંસદડીયા, મોરબીના ખાનપરના મનીષ જીવણ રગિયા, ધવલ ખીમજી ઘોડાસરા, સુરત આવાસ માનસરોવર સોસાયટીના સીતાબેન વિશાલ ગુપ્તા, મોરબીના આકૃતિબેન નિશાબેન પંકજગીરી મેઘનાથી, અમદાવાદના હરિકૃષ્ણ પાર્ક સોસાયટીના નિરાલીબેન જયેશ સોલંકી અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના અને હાલ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા મમતાબેન રવિ મીણાને નશો કરેલી હાલતમાં પકડી લીધા હતા.
પોલીસે 13 મોબાઈલ ફોન, 28 બોટલ દારૂૂ, 17 ટીન બીયર, દારૂૂની અધૂરી બોટલ, 4 મોટરકાર મળી કુલ 10.53 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આમ, અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં દારૂૂની મહેફિલ માણતા મહિલા સહિત 11 શખ્સ પકડાયાની બાબતથી ચકચાર વ્યાપી ગઈ હતી.ઝડપાયેલા આરોપીઓમાં મહેફિલનું આયોજન કરનાર મેહુલ બારડનો પણ સમાવેશ થાય છે, જેની સામે અગાઉ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં એક આરોપી માનસિંગ સિસોદિયા હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી 55,080 રૂૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ 10,53,080 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેંદરડા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. એ.એચ. હેરભા ચલાવી રહ્યા છે. આ સફળ કામગીરીમાં મેંદરડા પોલીસના પી.સી.સરવૈયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.