બગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધી
બગસરામાં માતાના હાથે 11 માસના સંતાનનું ઝેરી દવા પીવડાવી મોત નીપજવિયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં માતાએ પોતાની ખેચની બીમારી થી કંટાળી દવા નો પાવડર બનાવીને બાળકને પીવડાવી દીધેલ હતું અને પોતે પણ આ દવા પી ગયેલ હતી જ્યારે બંનેની તબિયત લથડતા પ્રથમ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ બગસરા અને ત્યારબાદ અમરેલી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે આ મહિલા બચી ગઈ હતી.
આ બાબતે તેમના પતિ ચંદુભાઈ દ્વારા બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે મારી પત્ની રીંકલબેન ચંદુભાઈ રાઠોડ એ મારા સંતાન નૈતિક ચંદુભાઈ રાઠોડ ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે જ્યારે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારી પત્નીને ખેંચની બીમારી હતી પરંતુ મારા બાળકને શું કામ માર્યો આ મહિલાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે હું મારી બીમારીથી કંટાળી ગઈ હતી એટલે મેં પહેલા મારા સંતાનને માર્યો અને ત્યારબાદ મેં પણ ઝેરી દવા પી લીધેલી હતી જ્યારે આ બાબતે વધુ તપાસ બગસરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં પતિનું નિવેદન નોંધી તેની પત્ની વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલ મહીલા પણ સારવારમાં છે.