For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીગ્રામ અને બાબરિયા કોલોનીમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11 ઝડપાયા

04:44 PM Sep 02, 2024 IST | Bhumika
ગાંધીગ્રામ અને બાબરિયા કોલોનીમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11 ઝડપાયા
Advertisement

શહેરના બાબરીયા કોલોની અને ગાંધીગ્રામની ગાંધીનગર સોસાયટીમાં જુગાર રમતા ચાર મહિલા સહિત 11 શખ્સોને 22,100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.બનાવની વધુ વિગતો અનુસાર ગાંધીગ્રામની ગાંધીનગર સોસાયટીમાં રહેતો સાગર પરમાર તેમના ઘરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડા પાડી જુગાર રમતા સાગર પરમાર, ધર્મેશ યાદવ, વિશાલ યાદવ, ચિરાગ સોલંકી, મનીષા વીસપરા, પ્રિતીબેન ભીમજીયાણી, રક્ષાબેન ભીંડી અને બીનાબેન રાજાને ઝડપી 11,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં બાબરીયા કોલોની કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે જુગાર રમતા પુરીબેન કેશુભાઈ મોઢવાડિયા, હાસમ કાસમ શેખ અને મહેન્દ્ર પ્રતાપસિંગ કઠેરીયાને 10,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement