મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ
2018માં બનેલી ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો ચુકાદો, મૃતકોના પરિવારજનોને રૂા. બે-બે લાખનું વળતર ચૂકવવા હુકમ
મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી લીધા હતા જેમાં એક આરોપીનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું બાકી રહેલા 11 આરોપીને કોર્ટે ત્રિપલ મર્ડર કેસમાં કસુરવાન ઠેરવી તમામ આરોપીને આજીવન કેદની સજા અને રૂૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે.
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 12 ઓગસ્ટ 2018 ના રોજ રાત્રીના સમયે 12 ઇસમોએ છરી, ધોકા, તલવાર જેવા હથિયાર વડે હુમલો કરી દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણની હત્યા કરી હતી જે ચકચારી ત્રિપલ મર્ડરના બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓ ભરત નારણ ડાભી, જયંતી નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજી મનસુખભાઈ, કાનજી મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવીણ શીવાભાઈ, કિશોર શિવા ડાભી અને સંજય નારણ ડાભી સામે હત્યા અને રાયોટીંગની કલમો હેઠળના ગુનામાં ઝડપી લીધા હતા.
મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હત્યાના આ કેસમાં સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા રજુ કરવામાં આવેલ આધાર પુરાવાઓ, જુદીજુદી કોર્ટના ચૂકદાઓને ધ્યાને લઈને તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટના જજ ડી.પી. મહિડા દ્વારા હત્યાના ચકચારી કેસમાં કુલ મળીને જે 12 આરોપીઓ હતા તે પૈકીના 1 આરોપી શીવાભાઈ રામજીભાઇનું જેલમાં અગાઉ અવસાન થયું હતું જયારે બાકીના 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે તથા જુદી જુદી કલમ હેઠળ દરેક આરોપીને 56,000 નો દંડ કરવામાં આવ્યો છે અને આરોપીઓ દ્વારા દંડની રકમ ભરવામાં આવે તેમાંથી જે ત્રણ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી તેના પરિવારજનોને 2-2 લાખ રૂૂપિયાનું વળતર આપવા માટેનો ચુકાદો આપવામાં આવ્યો છે.
જે આરોપીઓને સજા કરવાં આવી તેમાં ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતિભાઈ નારણભાઈ, અશ્વિનભાઈજીવરાજભાઈ, ભરતભાઈ જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઈ, કાનજીભાઈ મનસુખભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, મનસુખભાઈ રામજીભાઈ, પ્રવીણભાઈ શિવાભાઈ, કિશોરભાઈ શીવાભાઈ અને સંજયભાઈ નારણભાઈનો સમાવેશ થાય છે.
મોરબીની સેશન્સ કોર્ટમાં હત્યાના કેસમાં જે ઐતિહાસિક ચુકાદો આવેલ છેતેમાં નજરે જોનાર સાક્ષી રૂૂકસાનાબેન દિલાવરખાન પઠાણ, હાફિઝાબેન દિલાવરખાન પઠાણ અને મહેઝબીનબેન મોમીનખાન પઠાણની તરફે મોરબીના સિનિયર વકીલ અરૂૂણભાઇ યુ. મહેતાએ આ કેસમાં 126 પાનાની લેખિત દલીલ તથા સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટના કુલ મળીને 31 જજમેન્ટો રજૂ કર્યા હતા.