નવાગામની ગોલ્ડ રીફાઈનરીમાંથી 11.10 લાખની ચોરી, 4 ઝડપાયા
ગોલ્ડ ડસ્ટની ચોરી કરનાર 4 શખ્સો સીસી ટીવીમાં કેદ થતા, પોલીસે પીછો કરી દિલ્હીથી ઝડપી લીધા
રાજકોટના નવાગામ (આણંદપર)માં આદીત્ય પાર્ક પ્લોટમાં આવેલ વી.કે. જવેલ્સ પ્રા.લી. નામની ગોલ્ડ રીફાઇનરીમાં પાંચ દિવસ પૂર્વે 11.10 લાખના ગોલ્ડ ડસ્ટના 12 બેગની ચોરી થઇ હતી. રીફાઇનરીના પાછળનો દરવાજો વાળીને ખોલીને રીફાઇનરીમાં પ્રવેશ કરી રૂૂ.11.10 લાખનું સોનું ચોરી જનાર ટોળકી સીસીટીવીમાં કેદ થઇ હોય જેનો રાજકોટ પોલીસે પીછો કરી દિલ્હીથી ટોળક ના ચાર સભ્યોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ ઉપર ગાંધીસ્મુતી સોસાયટી-02 શે રી નં-01 બ્લોક નં-40માં રહેતા રાહુલભાઇ જયંતીલાલ મજેવડિયા (ઉ.વ. 35)એ કુવાડવા પોલીસ મથકમાં આ ચોરી અંગે ગત તા 3/12ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે,તે કુવાડવા રોડ ઉપર મધુવન પાર્ક મેઇન રોડ બ્લોસ્મ સ્કુલની સામે વી.કે.જવેલ્સ પ્રા.લી. માંએચ.આર. મેનેજર તરીકે નોકરી કરે છે. વી.કે. જવેલ્સ પ્રા.લી .માં અદાજે 250 જેટલા માણસો કામ કરે છે. ગત તા 3/12ના રોજ તે વી.કે.જવેલ્સ પ્રા.લી. ખાતે હતો ત્યારે વી.કે.જ વેલ્સ પ્રા. લી. ના પ્રોડક્શન કિશાનપરા મે ઇન રોડ ઉપર સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા મેનેજર ચંદનભાઇ ગોરામભાઇ શાહાનો ફોન આવેલ અને જણાવેલ કે, આપણા વી.કે. જવેલ્સ પ્રા.લી. ની ગોલ્ડ રીફાઇનરી આદીત્ય પા કે પ્લોટ નં-16 નવાગામ (આણંદપર) ખાતે ચોરી થયેલ છે. જેથી બન્નેએ તે જગ્યા પર પહોચ્યા હતા.
ત્યાં કામ કરતા હરીઓમ ધનંજય ચૌહાણ તથા વિકાસ ચૌહાણ તથા નિરજભાઈ તથા વીપીનભા ઇ તથા સુરજભાઇ ત્યાં હાજર હોય અને હરીઓમ ચૌહાણે જાણ કરેલ કે, ગઇ તા.02/12/2025 ના રોજ આવેલ ગોલ્ડની રજ (ધુળ મિશ્રીત)અંદાજે 12 બેગ અને 02 ચોકી (ટ્રે)આવેલ હતુ અને અમો રીફાઇનરી અંદાજે સાંજના સાતેક વાગ્યાની આસપાસ બંધ કરી નીકળી ગયેલ હતા અને આજરોજ તા.03/12/2025 ના રોજ સવારના સવા દશેક આ ગ્યાની આસપાસઅમો આવેલ ત્યારે રિફાઇનરીનો પાછળનો દરવાજો ખુલ્લો અને વળી ગયેલ હતો અને ગઇ કાલે આવેલ ગોલ્ડની રજ (ધુળ મિશ્રીત) 12 બેગ અને 02 ચોકી (ટ્રે) જોવામાં આવતી ન હતી જેથી મે પ્રોડકશન મેનેજર ચંદન શાહાને ફોન કરી જાણ કરેલ હતી.
ફેક્ટરીમાં તપાસ કરતા અંદર પાછળનો દરવાજો ખુલ્લો અને ઉપરના ભાગેથી વળી ગયેલ હતો અને રૂૂ.11.10 લાખની કીમતની ગોલ્ડની રજ (ધુળ મિશ્રીત) અંદાજે 12 બેગ અને 02 ચોકી (ટ્રે) ની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. સીસીટીવી ચેક કરતા તા.03/12/2025 ના રાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામાંકોઈ ત્રણ અજાણ્યા શખ્સો પાછળના દરવાજે થી રૂૂમ માં અંદર આવેલ અને રૂૂ.11.10 લાખની ગોલ્ડ ડસ્ટ (ધુળ મિશ્રીત) 12 બેગ ચોરી ગયા હતા.
આ મામલે કુવાડવા પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ વી.કે. જવેલ્સ નામની ગોલ્ડ રીફાઇનરી ખાતે દોડી ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આ તસ્કર ટોળકીનું પગેરૂૂ મેળવી પીછો કરી દિલ્હી થી સુનીલ કુમાર ઉર્ફે સોનું,મોનુંકુમાર, શિવમ અને રાહુલને ઝડપી લીધા હતા.