108નો અધિકારી ગર્લફ્રેન્ડ સાથે ઝડપાયો
એઈમ્સના કમ્પાઉન્ડમાં જ કારમાં કાંડ પકડાતા કુંભ રાશીના મેનેજરે ભાગવા દોટ મુકી
સિક્યુરીટી ગાર્ડે દરવાજા બંધ કરાવી દેતા થઈ ભૂંડી વલે, માફામાફી બાદ મામલો થાળે
સૌરાષ્ટ્રભરના દર્દીઓને યોગ્ય અને સસ્તી સારવાર મળી રહે તેવા હેતુથી રાજકોટમાં જામનગર રોડ પર એઈમ્સ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છનો 108 ઈમરજન્સી સારવારનો હવાલો છે તેવા કુંભ રાશીના અધિકારી ભાન ભુલ્યો હોય તેમ એઈમ્સ હોસ્પિટલના પાર્કિંગમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરલિયા મનાવતા પકડાયો હતો. સિક્યુરીટી ગાર્ડ જોઈ જતા મિજાજી સ્વભાવનો અધિકારી ‘108’ની સ્પીડે કાર લઈને ભાગ્યો હતો. પરંતુ સિક્યુરીટી ગાર્ડે દરવાજો બંધ કરાવી દેતા ઝડપાઈ ગયો હતો. માફામાફી બાદ મામલો થાળે પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાલ સોશિયલ મીડિયામાં અવાર નવાર પ્રેમી યુગલો જાહેરમાં પ્રેમાલાપ કરતા હોવાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે હવે અધિકારીઓ પણ ભાન ભુલ્યા હોય તેમ રંગરેલિયા કરતા ઝડપાઈ રહ્યા છે.
ત્યારે વધુ એક ચર્ચા પ્રકાશમાં આવી જેમાં રાજકોટમાં જામનગર રોડ ઉપર દર્દીને યોગ્ય સારવાર મળે તેવા હેતુથી એઈમ્સ હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે. પરંતુ 108નો જેની પાસે સૌરાષ્ટ્ર-કચ્છનો હવાલો છે તેવા કુંભ રાશીના અધિકારી ભાન ભુલ્યા હોય તેમ ગર્લફ્રેન્ડને કારમાં લઈને એઈમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં પાર્કિંગમાં કારપાર્ક કરી કારમાં જ ગર્લફ્રેન્ડ સાથે અંગત પળો માણતા હતા તે દરમિયાન ફરજ પર રહેલા સિક્યુરીટી ગાર્ડની નજર કાર પર પડતા તે કાર પાસે પહોંચ્યા હતાં. સિક્યુરીટી ગાર્ડને જોઈને અધિકારી પોતાની ગર્લફ્રેન્ડ સાથે કાર લઈને ભાગ્યો હતો. પરંતુ સિક્યુરીટી ગાર્ડે સતર્કતા વાપરી ગેઈટ પર ફરજ બજાવતા અન્ય સિક્યુરીટી ગાર્ડને ટના અંગે વાકેફ કરી મેઈન ગેટ બંધ કરાવી દીધો હતો.
ભાંડો ફુટવાની બીકે ભાગેલા 108ના અધિકારીને ઝડપી લીધો હતો. ફરજ પરના સિક્યુરીટી ગાર્ડ દ્વારા અધિકારીની પુછપરછ કરવામાં આવતા તેને હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય અધિકારીને મળવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ ગર્લફ્રેન્ડ સાથે આવેલો અધિકારી કોઈને મળવા નહીં પરંતુ અંગત પળો માણવા આવ્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં 108ના અધિકારીએ પોતાની ઓળખ આપી હતી અને માફામાફી કરી હતી.
તે દરમિયાન ત્યાં ધસી આવેલા 108ના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા વ્યક્તિએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હોવાની ગરમાગરમી ચર્ચા હોસ્પિટલના વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.