ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર શખ્સને 10 વર્ષની સજા

11:48 AM Aug 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

લોધીકા તાલુકામાં મેટોડા જી.આઈ.ડી.સીમાં રહેતા ફરીયાદીની ભોગબનનાર દિકરીને આ કામનો આરોપી ડીકેસકુમાર હોરીન જે તે સમયે મેટોડા જી.આઈ.ડી.સીમાં રહેતો હતો. સગીરાના ઘરે બનાવના દીવસે રાત્રે સગીરાની માતા તથા કુટુંબી જનો બહારગામ ગયેલ હોય અને આરોપી ડીકેસકુમારે સગીરા ભોગબનનારનો એકલતાનો લાભ લઈ બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધેલ અને બનાવની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ સગીરાએ કોઈને જાણ કરેલ નહી અને સગીરાનું પેટ મોટું થતા સગીરાની માતા ભોગબનનાર દીકરીને દવાખાને લઈ ગયેલ અને ડોક્ટર સાહેબ સગીરા ભોગબનનાર ગર્ભવતી હોવાનું જણાવેલ.

જેથી સગીરાની માતાએ આરોપી ડીકેસ શિવકુમાર હોરીન સામે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ. આ ફરીયાદ અનુસંધાને તપાસ કરનાર અધિકારી એન.જી.ગોસાઈ સાહેબે આરોપી ડીકેસકુમાર હોરીનની ધરપકડ કરેલ અને ધરપકડ કર્યા બાદ પોકસો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને નામ. કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલ ધનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ 20 વર્ષ કેદની સજા ફરમાવેલ છે.આ કામમાં સરકાર તરફે સરાકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Advertisement