ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારી
ભરૂચના ઝઘડિયા GIDCમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યાબાદ બાળકીનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતાં આરોપી વિજય પાસવાને કબૂલાત કરી હતી કે, "હા...સાહેબ... પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો..' 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય મળ્યો છે, દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.
ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બર, 2024ના રોજ પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું. જો કે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડાય હતી, જ્યાં 8 દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશ મોકલવા માટે મહત્વપૂર્ણ છે.