સુરતની 10 મહિલા કતારમાં ગર્ભપાતની દવા સાથે ઝડપાઈ, મોટા રેકેટનો પર્દાફાશ
ગરીબ પરિવારની 30 જેટલી ભારતીય મહિલાઓનો કેરિયર તરીકે ઉપયોગ, કતારમાં ડ્રગ્સની વ્યાખ્યામાં આવતી ગર્ભપાતની દવા સાથે ઝડપાતા જેલમાં ધકેલાઈ
સુરત પોલીસ કમિશનર સમક્ષ અરજી થતાં ભાંડો ફૂટ્યો, ચોક્કસ ટોળકી દ્વારા પૈસાની લાલચ આપી ચલાવાતું રેકેટ
ગુજરાત સહિત દેશમાંથી ગરીબ મહિલાઓ મારફત ગલ્ફના દેશોમાં ડ્રગ્સની હેરાફેરીનું મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતની 10 સહિત 35 જેટલી ભારતીય મહિલાઓ કતારમાં ડ્રગ્સ સાથે ઝડપાઈ જતાં જેલમાં કેદ હોવાની હકિકતો સામે આવતા સુરત પોલીસ સહિત રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે.
કતારમાં પ્રતિબંધીત ડ્રગ્સની વ્યાખ્યામાં આવતી એબોર્સનની દવાની હેરફેરનું આ રેકેટ હોવાનું ખુલ્યું છે.
ડ્રગ્સની હેરાફેરી મામલે સુરતની 10 મહિલા સહિત ગુજરાતની 35 જેટલી મહિલાઓ કતારની જેલમાં કેદ હોવાનાં ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સમીમ આણી ટોળકી મહિલાઓ થકી કતારમાં ડ્રગ્સ મોકલવાનાં રેકેટનો પર્દાફાશ થયો છે. ગત મહિને કતારમાં ડ્રગ્સ સાથે સુરતની બે મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી છે. જો કે, આ કેસમાં ટોળકી દ્વારા મહિલાઓને અંધારામાં રાખી ખોટી રીતે ફસાવી હોવાની ફરિયાદ સુરત પોલીસ કમિશનર સમક્ષ થતા ભારે ચકચાર જાગી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભારતથી કતાર દેશમાં ડ્રગ્સની હેરાફેરીનાં મસમોટા અને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો છે. ભારતથી મહિલાઓ થકી કતાર દેશમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતાં તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ડ્રગ્સ રેકેટ હેઠળ સુરતની 10 સહિત ગુજરાતની કુલ 35 જેટલી મહિલાઓ કતારની જેલમાં કેદ છે. ગત મહિને દોહા-કતાર એરપોર્ટથી સુરતની બે મહિલાની માદક પદાર્થ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાઓની ઓળખ ભાગાતળાવની શીફા ચક્કીવાલા અને રામપુરાની શહેનાઝ શેખના બેગ તરીકે થઈ છે. મહિલાઓ પાસેથી ડ્રગ્સ અને પ્રતિબંધિત એબોર્શનની ગોળીઓ મળી આવી હતી.
સૂત્રો મુજબ, સમીમ આણી ટોળકી એક વાર ફરી સક્રિય થઈ છે. ટોળકી દ્વારા મહિલાઓને રૂૂપિયાની લાલચ આપી કતાર દેશમાં ડ્રગ્સ અને એબોર્શનની ગોળીની હેરાફેરા કરાવવામાં આવે છે. ધરપકડ થયેલ મહિલાઓને ટોળકી દ્વારા ટ્રીપ દીઠ 15થી 25 હજાર રૂૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સાથે જ રૂૂપિયાની લાલચ આપી લીગલી ડોલર મોકલવાનું પણ કહેવાયું હતું. બીજી તરફ સુરત પોલીસ કમિશનર સમક્ષ એવી ફરિયાદ કરવામાં આવી છે કે આ કેસમાં મહિલાઓને ફસાવવામાં આવી છે.
ટોળકીનાં માણસોએ મહિલાઓની જાણ બહાર ચોરી-છૂપીથી બેગમાં ડ્રગ્સ-પ્રતિબંધિત દવા મૂકી હતી. આ મામલે, ફરિયાદી દ્વારા યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરાઈ છે. સાથે જ એવો પણ આરોપ કરાયો છે કે લાલ ગેટ પોલીસ ફરિયાદીને ધક્કે ચડાવી રહી છે.
સુરતમાંથી કતાર અને દુબઈમાં પ્રતિબંધિત એવી એબોર્શનની દવાની દાણચોરીનું રેકેટ સામે આવ્યું છે. આ રેકેટ ચલાવવા માટે મુંબઈમાં બેસેલો અન્ના નામનો શખ્સ ડોલર અને કોસ્મેટિક મોકલવાના નામે ગરીબ મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરે છે. તાજેતરમાં જ આ મામલે સુરતની બે મુસ્લિમ મહિલાની પ્રતિબંધિત દવાઓ લાવવા આરોપસર કતાર એરપોર્ટ બહાર ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, અમારી પાસે બે અરજી આવી છે. આ કામ માટે ગરીબ ઘરની મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. રેકેટમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
યુવતી સુરતથી મુંબઈ અને મુંબઈથી કતાર પહોંચતા ધરપકડ થઈ હતી. જેલમાં કેદ મહિલા કતાર જવા માટે તૈયાર થતાં પાસપોર્ટ અને વિઝા સહિતની તમામની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેણી 7 સપ્ટેબર, 2024ના રોજ સુરતથી મુંબઈ ગઈ હતી અને મુંબઈ એરપોર્ટથી કતાર જવા માટેની ટિકિટ હતી. 9 સપ્ટેબરે તે મુંબઈથી કતાર માટે રવાના થઈ હતી. જ્યારે તે કતાર એરપોર્ટ પહોંચી, ત્યારે ત્યાંની પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસ બાદ આ મહિલાને જાણ થઈ કે તે જે બેગમાં ડોલર સમજીને પાર્સલ લઈને આવી હતી તેમાં અબોર્શનની દવા હતી, જે કતારમાં પ્રતિબંધિત છે.
સીપીએ એસઓજીને તપાસ સોંપી આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાણ થતાં આ સમગ્ર કેસની ગંભીરતા જોઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપી છે. કેસમાં જે પણ આરોપીઓ જણાવવામાં આવ્યા છે, તેઓ મોટા રેકેટ સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ માટે આ તમામની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે.
મુંબઈમાં બેસી રેકેટ ચલાવતો મુખ્ય સૂત્રધાર મુન્ના
મુંબઈના મુખ્ય સૂત્રધાર અન્નાના ગુજરાતમાં એજન્ટો આ તમામ રેકેટમાં અન્ના નામના શખસનું નામ આવે છે, જે હાલ મુંબઈ રહે છે. ગુજરાત સહિત અલગ-અલગ શહેરમાં ગરીબ મુસ્લિમ મહિલાઓને આ લોકો ટાર્ગેટ કરે છે. જે લોકો આર્થિક રીતે પછાત છે, તેમને રૂૂપિયાની લાલચ આપી તેમને કતાર અને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને એમની જાણ બહાર ગેરકાયદે રીતે સ્મગલિંગ કરાવવામાં આવે છે. ભલે તે દવાઓ હોય કે દાણચોરી હોય આ મહિલાઓને ખબર પણ હોતી નથી કે, જે બેગ આરોપીઓ આપી રહ્યા છે તેની અંદર શું છે? સુરતમાં અન્નાના એજેન્ટો રહે છે કે, જેઓ અહીંથી મહિલાઓને કતાર મોકલે છે. આ લોકો પહેલા ગરીબ મહિલાઓને શોધે છે અને ત્યારબાદ તેમને કતાર મોકલવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. જ્યારે મહિલાઓ તૈયાર થઈ જાય ત્યારે તેમના પાસપોર્ટ અને વિઝા બનાવે છે.