ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિક્ષકના બંધ મકાનમાંથી 10 તોલા સોનું, રોકડની ચોરી

12:15 PM Feb 24, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં આવેલા એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી 10 તોલા સોનું અને 1.15 લાખની રોકડ રકમ ચોરી કરી ગયા નું જાણવા મળી રહ્યું છે. મકાન માલિક ભાણેજ ના લગ્નમાં બહારગામ ગયા હતા, પાછળથી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ કે જેઓ ગત 16મી તારીખે પોતાના મકાનને તાળું મારીને ગઢડા ગામે પોતાના ભાણેજ ના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, ત્યાંથી તેઓ પરત ફર્યા, ત્યારે તેઓના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

Advertisement

તસ્કરોએ બંધ મકાનના દરવાજા ના તાળા નકુચા તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને રૂૂમમાં રહેલા કબાટ ના લોક તોડી તિજોરી વગેરે માંથી આશરે 10 તોલા સોનું જેમાં સોનાનું બિસ્કીટ, પેન્ડલ,બંગડી, વીટી, હાર સહિતના ઘરેણા ઉપરાંત રૂૂપિયા એક લાખ પંદર હજારની રોકડ રકમ સહિતની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.

મકાનમાલિક દ્વારા આ મામલે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક કરવામાં આવ્યો છે, અને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તસ્કરો અને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ દોડધામ શરૂૂ કરાઈ છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement