જૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયા
જમાલવાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા શખ્સના ઘર પર પોલીસનો દરોડો રૂા.70740નો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-10 ઇસમોને રોકડ રૂા.18,740 તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂૂ.70,740 ના મુદામાલ સાથે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી લીધા હતા ઝડપાયેલા દસ જુગારીઓમાં એક નગર સેવિકા ના પતિ હોય હાલ જૂનાગઢના રાજકારણમાં પણ પોલીસની આ જુગારની રેડ ચર્ચાનો વિષય બની છે.
જૂનાગઢ રેન્જનાં ડીઆઇજી ની સુચના તેમજ એસપી નાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર દારૂૂ જુગારની બદી ને2તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના આપવામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પીઆઇ જે.જે.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં 2ઠી દારૂૂ જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પીએસઆઇ પી.કે.ગઢવી તથા તેમની ટીમ ને સંયુક્તમાં ખાનગીરાહે સચોટ બાતમી મળેલ કે, જુનાગઢ, જમાલવાડીમાં રહેતો વહાબ અબ્દુલરજાક કુરેશી પોતાના કબજા ભોગવટાના જમાલવાડી, કબ્રસ્તાનની પાછળ આવેલ મકાને બહારથી માણસોને બોલાવી ગંજીપતા વડે જૂગાર માડી પોતાના આર્થીક ફાયદા સારૂૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા કુલ-10 ઇસમોને રોકડ રુપીયા તથા અન્ય મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરૂૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે જુગાર ધારા કલમ 4,5 મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પોલીસની રેડમાં ઝડપાયેલા આરોપીઓમાં નગરસેવિકા ના પતિ (1) વહાબ અબ્દુલરજાક કુરેશી, ઉ.વ.60 ધંધો.વેપાર રહે.જમાલવાડી મેમણ કબ્રસ્તાન આગળ સીવીલ હોસ્પી.પાછળ જુનાગઢ (2) સરફરાજખાન બીરમીલાખાન પઠાણ, ઉ.વ.49 ધંધો.વેપાર રહે.જૂનાગઢ ધારાગઢ દરવાજા ગેબનશાપીરની દરગાહની સામે (3) શકીલ સુલેમાન સમા, ઉવ.27 ધંધો મજુરી રહે. જુનાગઢ જમાલવાડી લાખાપીરની દરગાહની સામેની ગલી (4) સમીરશાહ હબીબશાહ સર્વદી, ઉ.વ.27 ધંધો. મજુરી રહે. જૂનાગઢ જમાલવાડી લાખાપીરની દરગાહની સામે (5) સમીર કાસમ હીંગોરા, ઉ.વ.35 ધંધો મજુરી રહે. જૂનાગઢ જમાલવાડી લાખાપીરની દરગાહની સામે (6) ઈરફાન ઈબ્રાહીમ કુરેશી, ઉ.વ.32 ધંધો મજુરી રહે. જુનાગઢ કુંભારવાડા બારા રૌયદ રોડ, (7) ઈકબાલ મુસા હિંગોરા, ઉ.વ.32 ધંધો, મજુરી રહે. જૂનાગઢ જમાલવાડી લાખાપીરની દરગાહ પાર (8) આદીલ ઈશાક શેખ, ઉ.વ.32 ધંધો મજુરી રહે. જૂનાગઢ જમાલવાડી લાખાપીરની દરગાહ પાસે (9) અલ્તાફ ઇકબાલ સીડા, ઉ.વ. 21 ધંધો. મજુરી રહે. જૂનાગઢ- જમાલવાડી લાખાપીરની દરગાહ પાસે (10) યુસુફ મુસા ખેભર, ઉ.વ.પર ધંધો, વેપાર રહે. જૂનાગઢ જમાલવાડી લાખાપીરની દરગાહની સામે વાળાઓને ઝડપી રોકડા રૂૂ.18,740 પાથરણુ ગંજીપતાના પાના મોબાઈલ ફોન-6 કિ.રૂા. 52,000 મળી કુલ રૂા.70,740. નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.