ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢના કડિયાવાડમાંથી દેશી દારૂના બારમાં દારૂ ઢીંચતા 10 શખ્સો ઝડપાયા

11:45 AM Jun 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પોલીસે દરોડો પાડતાં જ પ્યાસીઓમાં દોડધામ

Advertisement

જૂનાગઢ કડિયાવાડ વિસ્તારમાં દેશી દારૂૂની મહેફીલ માણતા કુલ-10 ઇસમોને શહેરની એ ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પ્યાસીઓમાં દોડધામ મચી જવા પામી છે. જુનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા જિલ્લા વિસ્તારમાં ચાલતી દારૂૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીને નેસ્તનાબુત કરી ડામી દેવા અને આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવા અવાર નવાર લેખીત તથા મૌખીક સુચનાઓ આપવામાં આવેલ હોય જેથી ડિવિઝન ડીવાયએસપી હીતેષ પાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ દારૂૂ, જુગાર ની પ્રવૃતી કરતા આરોપીઓ ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી. પોલીસ મથકના પીઆઇ આર.કે, પરમાર ને સુચના આપેલ હોય જે ને લઈને પીઆઇ આર. કે, પરમાર ને ટેલીફોનીક ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે, કડીયાવાડમાં રહેતો ધીરૂૂ દેવાભાઇ સોંદરવા પોતાના રહેણાક મકાને ગેરકાયદેસર દેશી પીવાનો દારૂૂ રાખી વેચાણ કરે છે.

અને પોતાના રહેણાક મકાને બહારથી આવતા માણસોને પોતાના રહેણાંક મકાનમા પાણી ચખણા ગ્લાસની સગવડતા કરી આપી દારૂૂનું પીઠુ ચલાવે છે.જે અનુસંધાને પીએસઆઇ વાય.એન.સોલંકી તથા પીએસઆઇ ડી.બી.જોષી ને સુચના આપતા બાતમી વાળી જગ્યાએ દારૂૂની રેઇડ કરતા કુલ-10 ઇસમો મહેફીલ માણતા પકડાઇ ગયેલ જેથી આ મકાનના કબ્જેદાર ધીરજ ઉર્ફે ધીરૂૂ દેવાભાઇ સોંદરવા તથા અન્ય કુલ-09 ઇસમો સામે એ.ડીવી. પોલીસ મથક ખાતે મહેફીલનો કેશ દાખલ કરી તમામ આરોપીઓને ધોરણસર અટક કરેલ છે.

ઝડપાયેલ આરોપી (1) ધીરજ ઉર્ફે ધીરૂૂ દેવા સોંદરવા ઉવ. 50 રહે.જુનાગઢ કડીયાવાડ વણકર વાસ (2) અશ્વીન ચુનીલાલ ચંદવાણીયા ઉવ. 55 રહે. જૂનાગઢ સુખનાથ ચોક, સુથાર ગલી (3) આનંદ દિનેશ મેહતા રહે. જૂનાગઢ ઝાંઝરડા રોડ પાવન એપાર્ટમેન્ટ બ્લોક નં 302 મો.નં (4) પરેશ કાંતીલાલ ચુડાસમા ઉવ. 50 ધંધો-કડીયાકામ રહે. જૂનાગઢ પરમ અવેડો, ગાંધીગ્રામ (5) દિનેશ દાના પરમાર ધંધો-મજૂરી રહે. જૂનાગઢ ભવનાથ ગીરનાર અખાડાની સામે (6) રાજેશ લાખા કટારીયા ઉવ.45 ધંધો-મજૂરી રહે. જૂનાગઢ કડીયાવાડ, વણકરવાસ (7) હેમંત કરશન બગડા ઉવ.65 ધંધો-મજૂરી રહે. જૂનાગઢ કડીયાવાડ, વણકરવાસ (8) હિતેષ મગન પરમાર ઉવ.35 ધંથો-મજૂરી રહે. જૂનાગઢ ભવનાથ, પટેલ સમાજ ગલીની પાછળ (9) મનોજ રવજીભાઇ પરમાર ઉવ.45 ધંધો-સફાઇ કામદાર રહે. જૂનાગઢ વાલમિકીવાસ, સંજયનગર (10) પ્રવિણ વજશી વાજા ઉવ.53 ધંધો-મજુરી રહે. જૂનાગઢ ઇંદીરાનગર, દેવાભાઇની ઘંટીવાળી પોલીસે રેઇડ દરમિયાન દેશી દારૂૂ લીટર-38 કિ.રૂૂ.7600, દારૂૂ વેચાણના રોકડ રૂૂપીયા-1880. સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Advertisement