For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થોરાળા વિસ્તારમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 10 ઝડપાયા

04:31 PM Aug 20, 2024 IST | Bhumika
થોરાળા વિસ્તારમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 10 ઝડપાયા
Advertisement

શહેરના થોરાળા વિસ્તારમાં દૂધ સાગર રોડ પર અને સર્વોદય સોસાયટીમાં જુગારના બે દરોડામાં પોલીસે ચાર મહિલા સહિત 10 શખ્સોને રૂા.27 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જે.એમ.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન દૂદસાગર રોડ પર હાઉસીંગ કવાર્ટરમાં રહેતો રાજેશ રસીકલાલ ચોટાઈ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલીક રાજેશ ચોટાઈ ઉપરાંત અનિલ બહાદુરભાઈ રાઠોડ, પ્રવિણ ઘોઘાભાઈ ચૌહાણ, પ્રફુલ ઘોઘાભાઈ ચૌહાણ, રાજેશ કનૈયાભાઈ ખંડેડીયા, નિરવ દીપકભાઈ ભાયાણી, સહેનાઝબેન મહેબુબભાઈ સમાણી, શારદાબેન રમેશભાઈ ભખવાડીયા, મીનાક્ષીબેન અનિલભાઈ રાઠોડ અને આશાબેન રાજેશભાઈ ચોટાઈને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.22,200ની રોકડ કબજે કરી હતી. જ્યારે બીજા દરોડામાં થોરાળા પોલીસે ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.10માં જાહેરમાં જુગાર રમતા નિલેશ ચમનભાઈ પરમાર, અજય છગનભાઈ રાઠોડ, કૌશિક રમેશભાઈ પરમાર, જીગ્નેશ ગોવિંદભાઈ રાઠોડ અને પ્રદીપ હિરાભાઈ પરમારને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.4,650ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement