બામણબોર નજીકથી 68 હજારનો દારૂ ભરેલી કાર સાથે 1 ઝડપાયો
શહેરની ભાગોળે કુવાડવા હાઇ-વે પર બામણબોર નજીકથી પોલીસે 68 હજારનો દારૂ ભરેલી કાર સાથે સુરજ કરાડીના શખ્સને ઝડપી પાડ્યો હતો. જયારે બીજા દરોડામાં વાવડી રોડ પર મકાનમાંથી 70 હજારના દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એસ. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એરપોર્ટથી બામણબોર તરફ જવાના રસ્તે એક કારનો આગળનો કાચ અને સાઇડનો કાચ તૂટલો હોય અને કારમાં એક શખ્સ બેઠેલો હોય જેથી શંકાસ્પદ લાગતા પૂછપરછ કરતા કારની ડીકીમાં દારૂ ભરેલો હોવાનું જાણવા મળતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નં.60 (કી. 68400) મળી આવતા કાર ચાલક પૃથ્વીરાજ વિરાભા માણેક (રે.સુરજ કરાડી તા.મીઠાપુર)ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂા.1,73,400નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, કારના કાચ તૂટેલા હોય અકસ્માત થયો કે શું? તે અંગે પોલીસે કોઇ માહિતી આપી ન હતી.
જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એચ.હરીપરાની સુચનાથી પીએસઆઇ એમ.એચ.મહારાજ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. દરમિયાન એએસઆઇ હરપાલસિંહ જાડેજા, રિવભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાવડી મેઇન રોડ પર પુનિતપાર્ક શેરી નં.5માં હિતેષ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના ચપલા નં.429 (કિ.70390) મળી આવતા પોલીસે દારૂ અને મોબાઇલ મળી કુલ રૂા.80390નો મુદામાલ કબજે કરી આરોપી હિતેષ કિશોરભાઇ પરમાર (રે.આંબડેકનગર 150 ફૂટ રીંગરોડ)ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.