કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી
શહેરનાં કેવડાવાડી 17 નાં ખુણે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરનાં સામે હેરીટેજ એપાર્ટમેન્ટ ફલેટ નં 108 મા રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ. ર8) નામનાં મહીલાએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ તા.10/06/25 ના રોજ સવારના દશેક વાગ્યે મારા સાસુ સસરા દવા લેવા માટે બહાર ગયેલ હોય અને હુ આશરે સાડા અગિયાર વાગ્યેની આસપાસ મારો દીકરો પ્રાંશુ જે પંતજલી સ્કુલ દેવીપરામા આવેલ હોય તેને તેડવા માટે જવાનુ હોય જેથી મારા ઘરને તાડુ મારીને ગયેલ હતી અને ત્યાર બાદ મારા દીકરાને તેડીને બપોરના આશરે બાર વાગ્યે ઘરે આવતા મે દરવાજામા મારેલ તાડુ જોવામા આવેલ નહી અને દરવાજાને આકડીયો મારેલ હોય અને જેથી મે ઘરમા જઇને જોયુ તો મારા રૂૂમમા રહેલ લોખડનો કબાટ વેર-વિખેર હાલતમા હતો જેથી મે કબાટમા રાખેલ રોકડા રૂૂપીયા 45,000/- જોવામા આવેલ નહી જેમા રૂૂ.100 ના દરની નોટના બે બંડલ તથા બીજી બધી રૂૂ.500/- ના દરની નોટ હતી અને કબાટમા અંદરના ખાનામા પર્સમા રાખેલ સોનાની વસ્તુઓ જેમા મારા દિકરા પ્રાંશુની લકી જે સાકળી ડિઝાઇનની અંદાજે 6 ગ્રામની તથા એક ચેન જે સાકળી ડીઝાઇનો હતો તે આશરે 4.5 ગ્રામ તથા બે નંગ વિટી આશરે 1.5 ગ્રામ તથા પેન્ડલ વાળુ ઓમ આશરે 1 ગ્રામ તથા મારૂૂ મંગળસુત્ર કાળા મોતી વાળુ આશરે 9.500 ગ્રામ તથા એક ચેન આશરે 6.080 ગ્રામ તથા બે જોડી બુટ્ટી આશરે 3 ગ્રામ તથા બે પેન્ડલ આશરે 3 ગ્રામના તથા સોનાની ચુક નંગ 3 આશરે 1 ગ્રામ તથા સોનાની લગડીના કટકા આશરે 5.430 ગ્રામ જે મારા પર્સમા મુકેલ હોય એમ કુલ આશરે ચાર તોલા છ ગ્રામ સોનુ જેની કિંમત આશરે રૂૂ. 1,51,800/- ગણી શકાય આમ મકાનમાથી કુલ રૂ. 1.96 લાખની મતા ચોરાઇ ગઇ હતી